fbpx
સૌરાષ્ટ - કચ્છ

ઉપલેટામાં ગેસનો બાટલો ફાટ્યા ઃ પિતા-પુત્રનું કરૂણ મોત

પલેટામાં જુની પુરોહિત લોજ પાસે આવેલ ભંગારના ડેલામાં પિતા-પુત્ર સહિત કારીગરો કામ કરતા હતા ત્યાવરે અચાનક જ બ્લાસ્ટ થતા પિતા રજાકભાઇ તથા પુત્ર રહીશનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયું હતું. જાે કે, ઘટના બની ત્યારે ત્રણ લોકો દૂર કામ કરી રહ્યા હોવાથી તેમનો જીવ બચી ગયો હતો. હાલ તો બ્લાસ્ટની ઘટનામાં પિતા અને પુત્રનું મોત થતાં પરિવાર તેમજ સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે.ઉપલેટામાં કટલેરી બજારમાં ભંગારના ડેલામાં પ્રચંડ વિસ્ફોટ થતાં બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત થઈ હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે બનાવને પગલે બજારમાં આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા

. બનાવની જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને બંનેના મૃતેદહ હોસ્પિટલ ખસેડીને આગળની તપાસ હાથ ધરી હતી. જાે કે, તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, ગેસના બાટલાથી ભંગારનું કટિંગ કરતા બાટલો ફાટ્યો હતો, જેના કારણે પિતા-પુત્રના શરીરના કુરચે-કુરચા ઉડતા ઘટનાસ્તળે જ મોત નીપજ્યું હતું. ઉપલેટામાં આજે સવારે ભંગારના ડેલામાં ગેસના બાટલાથી ભંગારનું કટીંગ કરતા બાટલો ફાટ્યો હતો. પરિણામે પ્રચંડ વિસ્ફો ટ થતા ત્યાં હાજર પિતા-પુત્રના શરીરના ફુરચે-ફુરચા ઊડી ગયા હતા. આ દુર્ઘટનામાં પિતા-પુત્રના મોતથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. બનાવની જાણ થતા ઉપલેટા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો. ઘટના બાદ પિતા-પુત્રના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જાેકે, ત્યારબાદ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

Follow Me:

Related Posts