અમરેલી જિલ્લાના રાજુલામાં રેલવેની જમીન મામલે આંદોલન ઉગ્ર બનવાના એંધાણ વર્તાઈ રહ્યા હતા. પરંતુ રાજુલામાં રેલવેની જમીન વિવાદના મુદ્દે આંદોલન કરી રહેલા કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેરની અટકાયત કરી લેવામાં આવી છે. રેલવે અધિકારીઓ સાથેની મંત્રણા પડી ભાંગી હતી અને ઉપવાસ આંદોલન ચાલુ રાખવાની ચીમકી આપી હતી.
પરંતુ તે પહેલા જ ધારાસભ્ય અંબરીશ ડેરની અટકાયત કરી લેવામાં આવી છે.
કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેર અને તેમના કાર્યકરો આંદોલન કરી રહ્યા હતા, ત્યારે આજે પીપાવાવ પોર્ટ અને ધાડલા પાસે ટ્રેન રોકી હતી. અમરીશ ડેરની અટકાયત થતાં ફરીથી વિરોધના વંટોળ ઉભા થયા છે અને ઉપવાસ આંદોલન ચાલું રાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. અમરેલીના રાજૂલામાં ધારાસભ્ય અમરીશ ડેરના ઉપવાસના દસમાં દિવસે રાજુલા પહોંચી રહેલા કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત કરવામાં આવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજુલામાં આવેલી રેલવેની જમીન રાજુલા નગરપાલિકાન વિકાસ કાર્યો માટે મળે તે માટે ધારાસભ્ય અંબરીશ ડેર આજે છેલ્લા ૧૦ દિવસથી ઉપવાસ પર બેઠા છે. તેમ છતા તંત્ર દ્વારા કોઈ મચક ના અપાતા ધારાસભ્ય દ્વારા પોતાના આંદોલનને ઉગ્ર બનાવવાના સંકેત આપ્યા હતા. ગઈકાલથી જ બપોરે બાર વાગ્યા બાદ રેલવે ટ્રેક પર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામા આવી છે, પરંતુ આંદોલન ઉગ્ર બને તે પહેલા પોલીસે તેમની અટકાયત કરવામાં આવી છે.
Recent Comments