fbpx
ગુજરાત

ઉમરગામના ડહેલીમાં ફેક્ટરીમાં અજાણ્યા ઈસમની પિલર સાથે બાંધેલી હાલતમાં લાશ મળી, પોલીસે તપાસ હાથ ધરી

વલસાડ જિલ્લામાં ઉમરગામના ડહેલીમાં આવેલી સુગર ફેક્ટરીમાં એક અજાણ્યા ઈસમની પિલર સાથે બાંધેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ ઘટનાની વોચમેનને જાણ થતાં તાત્કાલિક સુગર ફેકટરીના અધિકારીઓને જાણ કરી હતી. જેથી ફેક્ટરીના અધિકારીઓએ તાત્કાલિક ભિલાડ પોલીસ અને અગ્રણીઓને ઘટનાની જાણ કરી હતી. જેથી ભિલાડ પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશનો કબ્જાે મેળવી અજાણ્યા ઈસમની ઓળખ કરવાનો અને તેના વાલી વારસાને શોધવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. ઉમરગામ તાલુકાના ડહેલી ખાતે આવેલી સુગર ફેક્ટરી છેલ્લા ઘણા વર્ષોથી બંધ હાલતમાં છે. ૧૯ જાન્યુઆરીના રોજ સાંજે સુગર ફેક્ટરીના વોચમેને ફેક્ટરીમાં ચેક કરતા ફેક્ટરીની અંદર લોખંડના પીલર સાથે બાંધેલી હાલતમાં એક અજાણ્યા ઈસમની લાશ મળી આવી હતી.

જેથી ફેક્ટરીના એકાઉન્ટન્ટને ઘટનાની જાણ કરી હતી. જેને લઇ એકાઉન્ટન્ટે તાત્કાલિક સુગર ફેક્ટરી પાસે પહોંચી ચેક કરતા એક અજાણ્યા ઈસમની લાશ મળી આવી હતી. બનાવ અંગે સુગર ફેક્ટરીના એકાઉન્ટન્ટે તાત્કાલિક ભીલાડ પોલીસને જાણ કરી હતી. જેથી ભીલાડ પોલીસે અજાણ્યા ઈસમની લાશનો કબજાે મેળવી લાશનું પોસ્ટમોર્ટમ કરવાની તજવીજ હાથ ધરી છે. ભીલાડ પોલીસ મથકે કંપનીના એકાઉન્ટન્ટે નોંધ કરાવી હતી. પોલીસે અજાણ્યા ઈસમની લાશનો ફોટો આજુબાજુના વિસ્તારના અગ્રણીઓને મોકલી લાશની ઓળખ કરવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.

Follow Me:

Related Posts