વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના નારગોલ ખાતે આવેલી ભક્ત શ્રી જલારામ ન્યુ હાઈ સ્કૂલ ખાતે ધો. ૯માં અભ્યાસ કરતો સગીર દીકરાનું શાળાની રિશેષ દરમ્યાન કોઈ અજાણ્યો ઈસમ વિદ્યાર્થીનું અપહરણ કરી ગયો હતો. દીકરો શાળાએથી ઘરે પરત ન ફરતા વાલીએ શોધખોળ હાથ ધરી હતી. જેમાં શાળાના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી દીકરાની સાઇકલ મળી આવી હતી. શાળાના પટાવાળાને પૂછતાં રિશેષ બાદ તેમનો દીકરો શાળાએ આવ્યો ન હોવાનું જણાવતા મરીન પોલીસ મથકે દીકરાનું અપહરણ થયું હોવાની ફરિયાદ નોંધાવી હતી.
ઉમરગામ તાલુકાના નારગોલ ખાતે આવેલી ભક્ત શ્રી જલારામ ન્યુ હાઇસ્કુલના અભ્યાસ કરતા વિદ્યાર્થીના પિતા પ્રકાશ કુમાર ઠાકરજીભાઈ જાનજૂકીયાએ મરીન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેમનો ૧૪ વર્ષીય દીકરો હર્ષ જે ભક્ત શ્રી જલારામ ન્યુ હાઇસ્કુલમાં ધોરણ ૯માં અભ્યાસ કરે છે, ૫ ડિસેમ્બરના રોજ શાળામાં અભ્યાસ કરવા ગયો હતો. સાંજે સ્કૂલમાંથી હર્ષ ઘરે પરત ન આવતા હર્ષના પિતાએ સરોન્ડા તથા નારગોલ ગામે હર્ષ સાથે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસે જય દીકરા હર્ષની શોધખોળ કરી હતી. પરંતુ દીકરો ક્યાંક મળ્યો ન હતો. સ્કૂલમાં જઈ ચેક કરતા સ્કૂલ બંધ થઈ ગઈ હતી, પરંતુ સ્કૂલના કમ્પાઉન્ડમાં દીકરા હર્ષની સાયકલ પાર્ક કરેલી જાેવા મળી હતી.
શાળાના પટાવાળાને દીકરા હર્ષ અંગે પૂછપરછ કરતા, શાળામાં મોટી રિસેસ દરમિયાન બપોરે હર્ષ શાળાની બહાર ગયા બાદ સ્કૂલમાં પરત આવ્યો ન હોવાનું જણાવ્યું હતું. આજ દિન સુધી દીકરો હર્ષ ઘરે પરતના ફરતા મરીન પોલીસ મથકે દીકરા હર્ષના અપહરણની ફરિયાદ પિતાએ નોંધાવી હતી. કોઈ અજાણ્યા ઈસમે દીકરાને લલચાવી ફોસલાવી અપહરણ કરી ગયો હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે શાળાના તથા આજુબાજુના સીસીટીવી ફૂટેજ મેળવી આગળની તપાસ હાથ ધરી છે.
Recent Comments