ભાવનગર

ઉમરાળા કેન્દ્રવર્તી શાળામાં હાથ ધોવાની પદ્ધતિ વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરાયા

‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત રાજ્યકક્ષાએ નક્કી કરેલી વિવિધ પ્રવૃતિઓના ભાગરૂપે તા. ૨૩ થી ૨૮ ઓકટોબર શાળા, કોલેજ, આંગણવાડી અને યુનિવર્સિટીની ‘સફાઈ અભિયાન’ અંતર્ગત વિશેષ સફાઇ કરવામાં આવી રહી છે. ત્યારે પહેલું સુખ તે જાતે નર્યા એ અંતર્ગત ઉમરાળા કેન્દ્રવર્તી શાળામાં વિદ્યાર્થીઓને હાથ ધોવાની પદ્ધતિ વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.

        સ્વચ્છતા હિ સેવા અભિયાન અંતર્ગત ભાવનગર જિલ્લાના ઉમરાળા કેન્દ્રવર્તી શાળામાં બાળકોને યુનિસેફની ગાઈડ લાઈન મુજબ હાથ ધોવાની પદ્ધતિ વિશે શિક્ષકો દ્વારા માહિતગાર કરવામાં આવ્યા હતા તેમજ વિદ્યાર્થીઓને સ્વચ્છતા અંગેના શપથ લેવડાવવામાં આવ્યા હતા. 

Related Posts