રાજ્ય સરકાર દ્વારા સગર્ભા માતા, કિશોરીઓ, બાળકો, સુપોષિત બને તે માટે દર વર્ષે સપ્ટેમ્બર માસમાં પોષણ માસની ઉજવણી કરવામાં આવે છે. જેમાં સિ.ડી.પી.ઓ.શ્રી સરસ્વતીબેન પટેલના માર્ગદર્શન હેઠળ બાળ તંદુરસ્તી સ્પર્ધા તથા કિશોરીઓનો મેડિકલ ચેકઅપનું આયોજન કરવામાં આવેલ હતું. જે અંતર્ગત મુખ્ય સેવિકાશ્રી ભારતીબેન પટેલ દ્વારા ધોળા જંકશનના તમામ કેન્દ્રોમાં ૦૬ થી ૧૧ માસના બાળકોનું વજન કરવાની સાથો સાથ કિશોરીનું એચ.બી. કરવામાં આવ્યું હતું અને કિશોરીઓને આર્યનની ટેબ્લેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ કિશોરીઓ, સગર્ભા માતાઓને પૂર્ણા શક્તિના પેકેટ વિશે જરૂરી સમજ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ઉમરાળા તાલુકાની તમામ આંગણવાડી કેન્દ્રોમાં પોષણ માસ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા

Recent Comments