ઉમરાળા તાલુકાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૨ ફેબ્રુઆરીના રોજ યોજાશે
ઉમરાળા તાલુકાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૨/૦૨/૨૦૨૩ ને બુધવારનાં રોજ ૧૧-૦૦ કલાકે મામલતદાર કચેરી, ઉમરાળા ખાતે ગ્રામ્ય કે તાલુકા કક્ષાનાં પ્રશ્નોનો નિકાલ કરવા માટે રાખવામાં આવેલ છે.
આથી પ્રશ્નો માટે અરજદાર પાસેથી તા.૧૫/૦૨/૨૦૨૩ સુધીમાં આધાર પુરાવા સાથે અરજી મંગાવવામાં આવે છે. પ્રશ્ન રજુ કરવા માટે જે તે અરજદારે તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમનાં મથાળા નીચે મામલતદારશ્રી, ઉમરાળાને પુરાવા સાથે અરજી કરવાની રહેશે. જે પ્રશ્નો અંગે કોર્ટકેસ શરૂ હોય તેવા પ્રશ્નો ધ્યાને લેવામાં આવશે નહી. આ કાર્યક્રમમાં અરજદારે જાતે રૂબરૂ હાજર રહી એક જ વિષયને લગતી રજુઆત કરી શકાશે. સામુહિક રજુઆત કરી શકાશે નહિ. ગ્રામ્ય કે તાલુકાનાં પ્રશ્ન હોય તે તા. ૧૫/૦૨/૨૦૨૩ સુધીમાં મામલતદારશ્રી, ઉમરાળાને રજુ કરવા મામલતદારશ્રી ઉમરાળાની યાદીમાં જણાવાયું છે.
Recent Comments