ભાવનગર

ઉમરાળા તાલુકા કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ તા.૨૪ ડિસેમ્બરનાં રોજ યોજાશે

સરકારશ્રી દ્વારા રાજ્યનાં વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યકતિલક્ષી રજુઆતોનાં ઉકેલમાં ગતીશિલતા આવે તે માટે તાલુકા કક્ષાએ નવમા તબક્કાનો “સેવા સેતુ” કાર્યક્રમ યોજવા સુચના મળેલ છે. જે અન્વયે ઉમરાળા તાલુકામાં રંધોળા ગામે શ્રી એલ.ડી.પટેલ હાઇસ્કુલ ખાતે તા.૨૪/૧૨/૨૦૨૩નાં રોજ સવારનાં ૯-૦૦ કલાકથી પ્રાંત અઘિકારીશ્રી, શિહોરનાં અધ્યક્ષસ્થાને “સેવા સેતુ” કાર્યક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમમાં રંઘોળા, ઠોંડા, હડમતીયા, લાખાવાડ, દેવળીયા, લંગાળા, પરવાળા, ડેડકડી, ઘરવાળા, જાળીયા, લીમડા, ખીજડીયા, ઇંગોરાળા, ભોજાવદર, ઝાંઝમેર, ઘોળા, સમઢીયાળા, હડમતાળા, વાંગધ્રા, ટીંબી ગામોનાં લોકો આ કાર્યક્રમમાં આવક, જાતિ, નોન ક્રીમીલેઅર, ડોમીસાઇલ વગેરે જેવા પ્રમાણપત્રો, રેશનકાર્ડ, આધારકાર્ડ, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કાર્ડ, હેલ્થ વેલનેસ કાર્ડ, રાજ્ય સરકારનાં કૃષી, પશુપાલન, સહકાર, ગ્રામ વિકાસ, પંચાયત, સમાજ કલ્યાણ અને આદિજાતી વિભાગની યોજનાઓ હેઠળનાં વ્યકતિલક્ષી લાભો, સીનીયર સીટીઝનપ્રમાણપત્રો, વિધવા સહાય તથા વૃધ્ધ નિરાધાર સહાય અને જમીનમાં “વારસાઇ અરજી’થી નવી હક્કનોંધ દાખલ
કરવાને લગતી તમામ અરજીઓ વગેરે બાબતે માંગણી કરી શકશે.

આ સેવા સેતુ કાર્યક્રમમાં જે લોકો લાભ લેવા ઇચ્છતા હોય કે કોઇ યોજનાકીય લાભ લેવા ઇચ્છતાં હોય તેઓએ તા.૨૪/૧૨/૨૦૨૩નાં રોજ સવારનાં ૯-૦૦ થી ૧૧-૦૦ કલાક સુધીમાં રંધોળા ગામે શ્રી એલ.ડી.પટેલ હાઇસ્કુલ ખાતે અરજીઓ રજુ કરવાની રહેશે અને આવી અરજીઓને લગત વિભાગોનાં સબંધિત અધિકારીશ્રીઓ દ્વારા સ્થળ પર નિકાલ કરવામાં આવશે. તો આ કાર્યક્રમમાં પોતાની માંગણી રજુ કરવા માંગતા લોકોએ તા.૨૪/૧૨/૨૦૨૩નાં રોજ રંધોળા ગામે નિયત સમયે ઉપસ્થિત રહેવા મામલતદાર, ઉમરાળાની યાદીમાં જણાવવામાં આવેલ છે.

Related Posts