ડીવાય ચંદ્રચુડને દિલ્હી રમખાણોના કેસમાં જેલમાં બંધ જેએનયુના ભૂતપૂર્વ વિદ્યાર્થી ઉમર ખાલિદની જામીન અરજીની સુનાવણીમાં વિલંબને લઈને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો.દેશના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડને દિલ્હી રમખાણોના કેસમાં જેલમાં બંધ જેએનયુના ભૂતપૂર્વ વિદ્યાર્થી ઉમરખાલિદની જામીન અરજીની સુનાવણીમાં વિલંબને લઈને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. આ પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે ઘણા કિસ્સાઓ મીડિયામાં જે બતાવવામાં આવે છે તેનાથી તદ્દન અલગ હોઈ શકે છે. કેસની સુનાવણી કરતી વખતે ન્યાયાધીશ તેના મગજનો ઉપયોગ કરે છે અને કોઈપણ પક્ષપાત વિના તેની યોગ્યતાઓ પર ર્નિણય લે છે. આઈ.એ.ગ્રુપની એક ઈવેન્ટમાં બોલતા સીજેઆઈ ચંદ્રચુડે કહ્યું કે મીડિયામાં કોઈ ખાસ કેસ મહત્વપૂર્ણ બની જાય છે અને પછી તે ચોક્કસ કેસ પર કોર્ટની ટીકા કરવામાં આવે છે.
તેમણે કહ્યું, ‘ઝ્રત્નૈં તરીકે કાર્યભાર સંભાળ્યા પછી, મેં જામીનની બાબતોને પ્રાથમિકતા આપવાનું નક્કી કર્યું કારણ કે તે વ્યક્તિગત સ્વતંત્રતા સાથે સંબંધિત છે. સુપ્રીમ કોર્ટની દરેક બેન્ચે ઓછામાં ઓછા ૧૦ જામીનના કેસની સુનાવણી કરવાનો ર્નિણય લીધો હતો. ૯ નવેમ્બર, ૨૦૨૨ થી ૧ નવેમ્બર, ૨૦૨૪ વચ્ચે સુપ્રીમ કોર્ટમાં ૨૧,૦૦૦ જામીનના કેસ દાખલ કરવામાં આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન ૨૧,૩૫૮ જામીનના કેસનું સમાધાન કરવામાં આવ્યું છે.
ઝ્રત્નૈંએ કહ્યું કે આ સમયગાળા દરમિયાન મની લોન્ડરિંગ હેઠળ નોંધાયેલા ૯૬૭ કેસમાંથી ૯૦૧નો નિકાલ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું, ‘તાજેતરના મહિનાઓમાં અગ્રણી લોકો સાથે સંકળાયેલા એક ડઝન રાજકીય કેસમાં જામીન આપવામાં આવ્યા છે. ઘણીવાર કોઈ કેસના કોઈ ચોક્કસ પાસાને મીડિયામાં રજૂ કરવામાં આવે છે. જ્યારે ન્યાયાધીશ કેસના રેકોર્ડને જુએ છે, ત્યારે જે બહાર આવે છે તે તે ચોક્કસ કેસની યોગ્યતા અંગે મીડિયામાં દર્શાવવામાં આવતા ચિત્રથી તદ્દન અલગ હોઈ શકે છે. ન્યાયાધીશ સંબંધિત બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને પછી કેસનો ર્નિણય કરે છે. “જામીન એ નિયમ છે અને જેલ એ અપવાદ છે” ના સિદ્ધાંતનું મુખ્યત્વે પાલન કરવું જાેઈએ, પરંતુ તે હજુ ટ્રાયલ કોર્ટમાં પહોંચવાનું બાકી છે.
Recent Comments