ઉમિયા માતાજી મંદિર લીલીયા મુકામે અગિયારમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પ યોજાયો
સામાજિક પ્રવૃત્તિ અંતર્ગત અંધત્વ નિવારણ દૂર કરવાના હેતુસર શ્રી ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ લીલીયા મોટાના ઉપક્રમે તેમજ લાયન્સ કલબ ઓફ અમરેલી (સીટી), ભૂરખીયા ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ સુદર્શન નેત્રાલય અમરેલી અને રમાબેન અનિલભાઈ પારેખ પરિવાર મુંબઇના આર્થિક સહયોગથી અગિયારમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પ ઉમિયા માતાજી મંદિર ઉમિયાધામ લીલીયા મોટા મુકામે તા.૦૫-૦૯-૨૦૨૪ ને ગુરુવાર સવારે ૯-૦૦ કલાકે આયોજીત કરવામાં આવેલ હતો.
આ નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પનું દિપપ્રાગટ્ય શ્રી ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ લીલીયા મોટાના પ્રમુખશ્રી બાબુભાઈ ધામત અને લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી)ના પ્રમુખ લાયન મનોજભાઈ કાનાણી દ્વારા કરવામાં આવેલ હતું અને તેઓએ લાયન્સ કલબ ઓફ અમરેલી (સીટી)ને અંધત્વ નિવારણ અંગેની પ્રશંસનીય કામગીરીને બિરદાવી હતી અને આ કેમ્પનો વધુમાં વધુ દર્દીઓએ લાભ લેવા અપીલ કરી હતી.આંખના રોગ જેવા કે મોતિયો, જામર, વેલ, પરવાળા, ત્રાંસી આંખ, કીકી, પડદા તથા આંખના અન્ય રોગોની તપાસ નિષ્ણાત ડૉ. કનનબેન સેદાણી અને તેની ટીમ દ્વારા કરવામાં આવેલ હતી. જરૂરિયાતમંદ દર્દીઓને સુદર્શન નેત્રાલય અમરેલીમાં લાવીને મોતિયાના ટાંકા વગરના ઓપરેશન કરી નેત્રમણી બેસાડી આપેલ છે. નેત્ર જાળવણી અને જાગૃતિ અંગેની ૫,૦૦૦ પત્રિકાનું વિતરણ કરવામાં આવેલ હતું. આ કેમ્પમાં ૮૧ આંખ રોગના દર્દીઓએ લાભ લીધો હતો અને ૨૦ દર્દીઓને નેત્રમણી આરોપણ કરવામાં આવેલ હતું. દરેક દર્દીઓના બ્લડ પ્રેશર તેમજ બ્લડ સુગર ચકાસવામાં આવેલ હતા. આ ઉપરાંત જરૂરિયાતમંદ વ્યક્તિઓની આંખના નજીક તથા દુરના નંબરની તપાસ કરી કેમ્પ સ્થળ ઉપર નંબર પ્રમાણે રાહત ભાવે ૨૩ વ્યક્તિઓને ચશ્મા બનાવી આપવામાં આવેલ હતા.
નિયમિત રીતે ઉમિયાધામ લીલીયા મોટા મુકામે દર મહિનાના પહેલાં ગુરૂવારે આંખના નિષ્ણાત ડૉક્ટરની ટીમની સેવાઓ થકી વિનામૂલ્યે નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પનું આયોજન કરવામાં આવે છે.આ કેમ્પને સફળ બનાવવા માટે ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટના પ્રમુખશ્રી બાબુભાઇ ધામત, ઉપપ્રમુખશ્રી મનસુખભાઈ ગણેશભાઈ ગાંગડીયા, મંત્રીશ્રી બટુકભાઈ બી. સોળીયા, મગનભાઈ ભીખાભાઈ ધામત, લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) તરફથી પ્રમુખ લાયન મનોજભાઈ કાનાણી, પૂર્વ પ્રમુખ લાયન પ્રા.એમ.એમ.પટેલ, ટ્રેઝરર લાયન સાહસભાઈ ઉપાધ્યાય, લાયન દિનેશભાઈ સોરઠીયા, ઉપપ્રમુખ લાયન નરોત્તમભાઈ સાકરીયા તેમજ સુદર્શન નેત્રાલય તરફથી શ્રી કિર્તીભાઇ ભટ્ટ અને નિલેશભાઈ ભીલની ટીમ તેમજ શ્રી દુષ્યંતભાઈ પારેખ, શ્રી અનિલભાઈ પારેખ દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ હતી.
Recent Comments