જયા બચ્ચન તેના બેબાક અંદાજના કારણે અવારનવાર ચર્ચાનો વિષય બને છે. તેમના મનમાં જે પણ આવે છે તે કોઈથી પણ ડર્યા વિના બિન્દાસ બોલી છે. ઘણીવાર આ જ આદતને કારણે જયા બચ્ચનને ઘણી મુશ્કેલીનો સામનો પણ કરવો પડે છે. હાલમાં પણ જયા બચ્ચનનો આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જયા બચ્ચ તેના ફોટો લઈ રહેલા ફોટોગ્રાફરને કહે છે “તું નીચે પડી જા”. વાસ્તવમાં, જયા બચ્ચનને પૈપરાઝી સાથે ખૂબ જ ખરાબ સંબંધો છે. તેમને પૈપરાઝીની ઘણી પ્રક્રિયાઓ જરાય પસંદ નથી. તે ફોટોગ્રાફર્સને જાેઈને જ ભડકી જાય છે અને હંમેશા ગુસ્સામાં એવું કંઈક કહી દે છે, જેના પછી તેમનો વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની જાય છે અને ઘણીવાર તેમની ટીકા પણ કરવામાં આવે છે. આ વખતે જયા બચ્ચનની નિંદા કરનારની લિસ્ટમાં ઉર્ફી જાવેદનું નામ પણ સામેલ થઈ ગયું છે. ઉર્ફી જાવેદની પૈપ્સ સાથે કેટલી સારી દોસ્તી છે, તે કોઈથી છુપાયેલી વાત નથી. ઉર્ફી જાવેદે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરી અને જયા બચ્ચનનાં આ વર્તનની નિંદા કરી હતી.
તે પોતાની સ્ટોરીમાં લખે છે “શું તેમણે કહ્યુ તમે પડી જાવ? પ્લીઝ આપણે તેમના જેવું ના બનવું જાેઈએ. આપણે બધાએ એકબીજા માટે સારું વિચારવું જાેઈએ.” ઉર્ફી જયા બચ્ચન પર કટાક્ષ કરતા લખે છે “લોકો તમારી ઉંમર કે સ્ટેટસ જાેઈને તમારી ઈજ્જત નહીં કરે, લોકો તમારી ઈજ્જત ત્યારે કરશે જ્યારે તમે તેમની ઈજ્જત કરશો. ઉર્ફીએ તેના ઈન્સ્ટાગ્રામ પર વધુ એક સ્ટોરી શેર કરી છે. આ સ્ટોરીમાં તેમણે એક નોટ લખી છે જેમાં તે લખે છે કે, તે કોઈપણ સાર્વજનિક રૂપે તેનું મંતવ્ય મુકવાથી પોતાને રોકે છે પરંતુ તેનું માનવું છે કે જરૂરત પડ્યે બોલવું ખૂબ જ જરૂરી છે. તે વધુમાં કહે છે કે તેને પોતાનું મંતવ્ય આપવાની કિંમત પણ ચુકવવી પડે છે. છતાં તે હંમેશા તેનો અવાજ ઉઠાવશે. ઉર્ફી જાવેદની ઈન્સ્ટાગ્રામ પર ઘણી ફેન્સ ફોલોઇંગ છે. તે અવારનવાર પોતાના ફેશન સેન્સનાં કારણે ચર્ચાનો વિષય બને છે. તે ઘણા યુવાની ફેશન આઇકોન પણ છે.
Recent Comments