ઉર્ફી જાવેદે ટિ્વટ કરીને પોતાના અતરંગી પહેરવેશને લઈને માંગી માફી
ઉર્ફી જાવેદ એક એવું નામ છે જે પોતાના કામથી વધારે પોતાના કપડાં અને ફેશનને લઈને પોતાના જાતજાતના અખતરાંને કારણે ઓળખાય છે. ઉર્ફી જાવેદ દિન-પ્રતિદિન એક નવા અને અતરંગી આઉટફીટમાં જ જાેવા મળે છે, જેને જાેઈને સૌ કોઈ હેરાન રહી જાય છે. ઉર્ફીએ બે દિવસ પહેલા જ ખૂબ જ અજીબ કપડાં પહેરેલા હતાં, જેમાં એક્ટ્રેસે લીલા રંગના અંડરગાર્મેન્ટ્સ ઉપર લીલા રંગની ઝાળી લપેટી દીધી હતી, જે કોઈ બેડમિન્ટન કોર્ટની નેટ જેવું દેખાઈ રહ્યુ હતું. ઉર્ફીના આ બેઢંગી ડ્રેસ જાેઈ નેટિઝન્સે પોતાનું માથું પકડી લીધુ હતું.
જાેકે, હાલ ઉર્ફી પોતાની આવી અતરંગી ફેશનના કારણે ચર્ચામાં નથી. પરંતુ, તેની ચર્ચાનું કારણ છે તેની એક ટિ્વટ. ઉર્ફીએ પોતાના સત્તાવાર ટિ્વટર પર ટિ્વટ કરીને પોતાના નવા લુકના ફોટો નથી મુક્યા. પરંતુ, આ ટિ્વટ દ્વારા તેણે લોકોની માફી માંગી છે. ઉર્ફી જાવેદ હંમેશા પોતાના એક્શનથી લોકોને ચોંકાવી દે છે અને આ વખતે પણ કંઈક એવું જ થયું છે. ઉર્ફી જાવેદે આ વખતે ઈન્સ્ટાગ્રામ નહીં પરંતુ ટિ્વટર પર ધમાલ મચાવી છે. લીલા રંગની ઝાળીવાળા અતરંગી આઉટફીટ પહેર્યાના એક દિવસ બાદ ઉર્ફીને અચાનક ખબર નહીં શું થઈ ગયુ અને તેણે લેટેસ્ટ ટિ્વટમાં પોતાની આ અજીબ બોલ્ડ ફેશન સેન્સ માટે માફી માંગી છે.
ઉર્ફી જાવેદે લેટેસ્ટ ટિ્વટમાં પોતાના અતરંગી ફેશન સેન્સ વિશે માફી માંગતા કહ્યુ- “જે પ્રકારના હું કપડાં પહેરુ છુ, તેનાથી જે પણ લોકોને તકલીફ થઈ છે, હું તે તમામ લોકોને ‘સૉરી’ કહેવા માંગુ છુ. હવેથી તમને એક બદલાયેલી ઉર્ફી જાેવા મળશે. બદલેલા કપડાં જાેવા મળશે. માફી.” એક્ટ્રેસના આ ટિ્વટે તમામ લોકોને કન્ફ્યુઝ કરી દીધા છે. લોકો સવાલ કરી રહ્યા છે કે આખરે ઉર્ફીને શું થઈ ગયું છે! શું તેણી ખરેખર બોલ્ડ કપડાં છોડી રહી છે કે કંઈક નવું કરવા માટે એક્ટ્રેસની આ કોઈ પ્રમોશનલ સ્ટ્રેટેજી છે?
Recent Comments