ફેશન આઇકન ઉર્ફી જાવેદ પોતાના અતરંગી અંદાજ અને હટકે આઉટફિટ્સથી ફેન્સના હોશ ઉડાવી દે છે. ઉર્ફી પોતાના બોલ્ડ સ્ટેટમેન્ટ્સને લઇને ખૂબ જ ફેમસ છે. તે ઘણીવાર અનેક મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય બિન્દાસ રીતે રજૂ કરતી આવી છે. તેવામાં હવે ઉર્ફી જાવેદના ફેન્સ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ્સ અનુસાર ઉર્ફી જલ્દી જ બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઇ રહી છે. રિપોર્ટ્સ અનુસાર એકતા કપૂરે પોતાની અપકમિંગ ફિલ્મ ‘લવ સેક્સ ઔર ધોખા ૨’ માટે અપ્રોચ કરી છે. એક રિપોર્ટ અનુસાર, એક નજીકના સૂત્રએ ઉર્ફી જાવેદ (ેંકિૈ ત્નટ્ઠદૃીઙ્ઘ)ના બોલિવૂડ ડેબ્યૂ સાથે જાેડાયેલી જાણકારી આપતા કહ્યું, ઉર્ફીને લવ, સેક્સ ઔર ધોખા ૨ માટે અપ્રોચ કરવામાં આવી છે, તે લીડ કેરેક્ટરના રોલમાં એકદમ ફિટ બેસે છે. ઉર્ફી આ ફિલ્મથી પોતાનું બોલિવૂડ ડેબ્યૂ કરી શકે છે. આ રિપોર્ટ સામે આવ્યા બાદ ફેન્સની એક્સાઇટમેન્ટ વધી ગઇ છે.
પરંતુ હજુ સુધી મેકર્સ કે ઉર્ફી તરફથી આ ફિલ્મમાં કામ કરવાને લઇને કોઇ ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કરવામાં નથી આવી. થોડા સમય પહેલા જ એકતા કપૂરે ‘લવ સેક્સ ઔર ધોખા ૨’નું પોસ્ટર ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યું હતું. તેણે ૨૦૧૦માં રિલીઝ થયેલી ‘લવ સેક્સ ઔર ધોખા’ની સીક્વલને લઇને કેપ્શનમાં લખ્યું હતું, કોને ગુલાબ અને ચોકલેટની જરૂર છે, જ્યારે તમારી પાસે લાઇક્સ અને રિપોસ્ટ્સ આવી શકે છે. આ સાથે જ એકતા કપૂરે ફિલ્મની રિલીઝ ડેટનો પણ ખુલાસો કર્યો હતો. એકતા કપૂરે જણાવ્યું હતું કે, ‘લવ સેક્સ ઔર ધોખા ૨’ આવનારા વર્ષે ૧૬ ફેબ્રુઆરીના રોજ રિલીઝ થશે. જણાવી દઇએ કે, એક્ટ્રેસ ઉર્ફી જાવેદ એક ઇન્સ્ટાગ્રામ સેંસેશન સાથે જ ટીવી એક્ટ્રેસ પણ છે. ઉર્ફી ‘મેરી દુર્ગા’ અને ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ જેવા શોઝમાં જાેવા મળી ચુકી છે. જાે કે ઉર્ફીને પોપ્યુલારિટી કરણ જાેહરના શો ‘બિગ બોસ ઓટીટી’થી મળી. શોમાં ઉર્ફીના ટેલેન્ટના ભરપૂર વખાણ થયા હતા અને આજે ઉર્ફી સોશિયલ મીડિયા સ્ટાર બની ચુકી છે.
Recent Comments