‘ઉર્ફી જાવેદ છોકરી નહીં કિન્નર છે!’, આ એક્ટરનો દાવો
ટીવી એક્ટ્રેસ અને ઈન્ટરનેટ સેન્સેશન ઉર્ફી જાવેદ પોતાના અતરંગી ડ્રેસિંગ સેન્સ માટે જાણીતી છે. આ સિવાય ઉર્ફીના ફેન્સ તેના કોન્ફિડેન્સના પણ વખાણ કરે , તેમજ ઘણા લોકો તેને સખત ટ્રોલ પણ કરે છે. એક્ટ્રેસે અત્યાર સુધીમાં સામાન્ય જનતાથી લઈને ઘણા મોટા સ્ટાર્સના નિશાના પર પણ આવી ચુકી છે. તેમાંથી એક નામ છે ફૈઝાન ખાન અંસારીનું પણ છે. ફૈઝાનને ઘણીવાર ઉર્ફીની સામે બોલતા જાેયા છે. જાેકે, આ વખતે એક્ટરે ઉર્ફીને લઈને એવું કહી દીધું છે જેને સાંભળીને તમે પણ ચોંકી જશો. જણાવી દઈએ કે ફૈઝાન અંસારીએ ઉર્ફી જાવેદને કિન્નર કહ્યુ છે.
એક્ટરનું કહેવું છે કે આ વાતને સાબિત કરવા માટે તેની પાસે નક્કર પુરાવા છે અને ખૂબ જ જલ્દી તે કોર્ટમાં સાબિત કરી દેશે. શું કહે છે ફૈઝાન અંસારી?.. તે જાણો.. હાલમાં જ મીડિયા સાથે કરેલી વાતચીત દરમિયાન ફૈઝાન અંસારીએ કહ્યુ, ‘મારી પાસે પુરાવો છે જેના આધારે હું દેશ સામે મોટો ખુલાસો કરી રહ્યો છું. ઉર્ફી જાવેદ છોકરી નથી, એક કિન્નર છે. મારા તેની સાધથે પહેલેથી જ ઘણા વિવાદ શરુ છે. આ વિવાદ હાઈ કોર્ટ સુધી પહોંચી ચુક્યો છે. હવે હું હાઈ કોર્ટમાં પુરાવા, ગવાહ અને કિન્નર સમાજની હેડ સાથે આ સાબિત કરીશ કે તે શું છે.’ ફૈઝાન અંસારીએ આગળ કહ્યું, ‘મારી ટીમે ઉર્ફી સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેણી બધા સાથે ગેરવર્તણૂક કરી હતી. તે કહે છે કે મુસ્લિમ સમાજ સાથે તેને કોઈ મતલબ નથી.
એવામાં મને લાગે છે કે હવે તેની સાથે વાત કરવાનો કોઈ ફાયદો નથી. તેને સીધું સબક શીખવાડવું પડશે. તેણી એક મુસ્લિમ થઈને આ રીતે અમારુ નામ ખરાબ કરી રહી છે. મેં તેને સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ કોઈ ફાયદો નથી. તેથી હું ઈચ્છુ છુ કે તેની હકીકત જલ્દી લોકોની સામે આવે અને તેણી કિન્નર સમાજ સાથે જાેડાઈ જાય.’ જણાવી દઈએ કે, આ પહેલીવાર નથી. આ પહેલા પણ ફૈઝાન અંસારી ઘણીવાર ઉર્ફી જાવેદ સામે આવા નિવેદનો આપી ચુક્યો છે.
Recent Comments