fbpx
રાષ્ટ્રીય

ઉર્ફી જાવેદ રમકડાનું જેકેટ પહેરીને નિકળી બહાર, ઉર્ફીનો આ લુક લોકોને પડી રહ્યો છે ખૂબ પસંદ

ઉર્ફી જાવેદ કોઇને કોઇ રીતે હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. ઉર્ફીના આઉટફિટ્‌સની વાત કરીએ તો એકથી એક ચઢિયાતા કપડા પહેરીને ઉર્ફી લોકોને ચોંકાવી દે છે. જાે કે સોશિયલ મીડિયા પર ફરી એક વાર ઉર્ફી જાવેદનો લેટેસ્ટ લુક જાેઇને ફેન્સ ઘાયલ થઇ ગયા છે. ઉર્ફી હંમેશા કંઇને કંઇ નવું કરતી હોય છે. જાે કે આ વખતે ડ્રેસિંગને લઇને ચારે બાજુ ચર્ચાઓ ચાલી રહી છે. ઉર્ફી જાવેદ આ વખતે નાના-નાના ટેડી બિયર બનાવવામાં આવેલું જેકેટ પહેરીને નિકળી પડી છે. આ લુક મોટાથી લઇને નાના બાળકોને ખૂબ ગમી રહ્યો છે. આ લુકમાં ઉર્ફી કંઇક અલગ જ લાગી રહી છે. ઉર્ફીના આ લુકને નાના-નાના બાળકો ખૂબ પસંદ કરશે. આમ, વાત કરવામાં આવે તો ઉર્ફીના વિડીયો થોડી સેકન્ડમાં ધડાધડ વાયરલ થઇ જતા હોય છે. આ જેકેટની સાથે ઉર્ફીએ અંદર એક યલો કલરનો બોડીકોન ડ્રેસ પહેર્યો છે.

જ્યાં વાળને બન કરીને લુક કમ્પ્લીટ કર્યો છે. આ વિડીયો લોકોને ખૂબ પસંદ પડી રહ્યો છે. આ તસવીરો જાેતાની સાથે યુઝર્સ ઉર્ફીના ખૂબ વખાણ કરી રહ્યા છે. જાે કે આ લુકમાં ઉર્ફી દર વખત કરતા કંઇક અલગ જ લાગી રહી છે. ઉર્ફી હંમેશા કોઇને કોઇ રીતે સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેતી હોય છે. જાે કે ઉર્ફી એના લુક્સને લઇને હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. આટલું જ નહીં ઉર્ફીના કપડાની સાથે-સાથે એની હેર સ્ટાઇલ પણ જાેવા જેવી હોય છે. ઉલ્લેખનીય છે કે ઉર્ફી એક એવી ઘોષણા કરી છે જે જાણીને દરેક લોકો ચોંકી જાય એવું છે. ઉર્ફીએ એની ઇન્સ્ટા પર વિડીયો શેર કર્યો હતો જેમાં એને કેટલાક સ્ક્રીન શોર્ટ શેર કરતા લખ્યુ હતુ કે..ગાઇઝ ક્લિયર યોર કેલેન્ડર ફોર ટુમોરો, આઇ એમ ગોઇંગ ટૂ ગેટ નેકેડા..આ વિડીયો પછી ઉર્ફીના નવા લુકને લઇને લોકો ચર્ચાઓ કરી રહ્યા છે. જાે કે આવું કંઇ થયુ હતુ નહીં. નોંધનીય છે કે ઉર્ફી જાવેદે એની એક્ટિંગ કેરિયરની શરૂઆત ટીવી શો મેરી દુર્ગાથી કરી હતી.

Follow Me:

Related Posts