બોલિવૂડ

ઉર્ફી જાવેદ સાથે ફ્લાઇટમાં ગંદી હરકત

ઉર્ફી જાવેદ સામાન્ય રીતે પોતાના લુક્સને લઇને જ ચર્ચામાં રહે છે. તે ઘણીવાર કંઇક અલગ અને અતરંગી લુક અપનાવે છે અને જ્યારે લોકોને લાગે છે કે હવે તે શું નવું કરશે, પોતાના અંદાજથી તે સૌકોઇને ચોંકાવી દે છે. પોતાના લુક્સને લઇને ઉર્ફી જાવેદ ઘણી ચર્ચામાં રહે છે. પરંતુ હાલમાં જ એક્ટ્રેસ સાથે કંઇક એવું થયું જેને જાણીને સૌકોઇ ચોંકી ગયા. ઉર્ફી જાવેદે (ેંકિૈ ત્નટ્ઠદૃીઙ્ઘ) સોશિયલ મીડિયા પર પોતાની સાથે થયેલી એક ઘટનાનો ઉલ્લેખ કર્યો છે, જેમાં તેણે જણાવ્યું કે, કેવી રીતે ફ્લાઇટમાં ખુલ્લેઆમ એક્ટ્રેસ સાથે યુવકોના એક ગ્રુપે ગેરવર્તણૂક કરી અને જાેર-જાેરથી તેના નામની બૂમો પાડી. ખરેખર, હાલમાં જ ઉર્ફી જાવેદ મુંબઇથી ગોવા જઇ રહી હતી. આ દરમિયાન તેની સાથે એક વિચિત્ર ઘટના ઘટી. જે ફ્લાઇટમાં ઉર્ફી હતી, યુવકોનું એક ગ્રુપ પણ આ જ ફ્લાઇટમાં હતું. જેમણે એક્ટ્રેસ સાથે ખુલ્લેઆમ ગેરવર્તણૂક કરી. ઉર્ફીએ આ સમગ્ર ઘટનાનો વીડિયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે અને પોતાની સાથે ઘટેલી ઘટના પર ખુલીને વાત કરી. ઉર્ફીએ આ વાતની જાણકારી આપી કે, જ્યારે તેની સાથે આ ઘટના ઘટી ત્યારે ગ્રુપના બધા જ યુવકો નશામાં ધૂત હતા. ઉર્ફીએ આનો એક વીડિયો ઇન્સ્ટા સ્ટોરી પર શેર કર્યો છે, જેમાં યુવકોનું એક ગ્રુપ જાેઇ શકાય છે. આ વીડિયો શેર કરતી વખતે ઉર્ફીએ કેપ્શનમાં લખ્યું- ‘જ્યારે હું મુંબઈથી ગોવા જઈ રહી હતી, ત્યારે મારે શોષણનો સામનો કરવો પડ્યો હતો. તેઓ ગંદી વાતો કરી રહ્યા હતા. મારુ નામ લઇ રહ્યાં હતાં.” “જ્યારે મેં તેમને ટોક્યા, ત્યારે તેમાંથી એકે કહ્યું કે તેના મિત્રો નશામાં છે. પરંતુ, મહિલા સાથે ગેરવર્તણૂક કરવા માટે કોઈ બહાનું ન હોઈ શકે. તમે નશામાં છો એનો અર્થ એ નથી કે તમેકોઈ મહિલા સાથે ગેરવર્તન કરો. હું પબ્લિક ફિગર છું, પબ્લિક પ્રોપર્ટી નથી.” ઉર્ફીએ કહ્યું કે તે ઇકોનોમી ક્લાસમાં ટ્રાવેલ કરી રહી હતી, જેમાં છોકરાઓનું આ ગ્રુપ પણ હતું. ઉર્ફી એમ પણ કહે છે કે તે એક પબ્લિક ફિગર છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તે પબ્લિક પ્રોપર્ટી છે. આ ઘટના ૨૦ જુલાઇની છે. એક્ટ્રેસને તે જ દિવસે એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી હતી. ઉર્ફીએ કહ્યું કે તે હોલિડે એન્જાેય કરવા ગોવા જઈ રહી છે. ઉર્ફી જ્યારે ફ્લાઇટમાં આવી ત્યારે યુવકોના એક ગ્રુપે તેને ઓળખી લીધી અને મોટેથી એક્ટ્રેસના નામની બૂમો પાડવાનું શરૂ કર્યું.

Related Posts