ઉર્વશી રૌતેલા બ્લૂ કલરની લિપસ્ટિક સાથેના લુકથી રેડ કાર્પેટ પર છવાઇ
કાન્સ ૨૦૨૩માંથી ઉર્વશી રૌતેલાનો લેટેસ્ટ લુક સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. કાન્સના ત્રીજા દિવસે ઉર્વશીએ ઇંક બ્લૂ લિપ શેડ કેરી કર્યો હતો, જેને જાેઈને લોકોને ઐશ્વર્યાની યાદ આવી ગઈ હતી. ઉર્વશી રૌતેલાના લેટેસ્ટ લુકની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. તેણે બ્લૂ ઇંક લિપ શેડ સાથે એક ખૂબસૂરત શેડેડ ગાઉન કેરી કર્યું હતું. તેની સાથે તેણે બન બનાવીને પોતાને ક્લાસી લુક આપ્યો. તેના લુકને જાેઈને લોકો ઐશ્વર્યાને યાદ કરી રહ્યાં છે, જ્યારે તે પર્પલ લિપ શેડ લગાવીને કાન્સમાં પહોંચી હતી અને તેને ઘણી ટ્રોલ કરવામાં આવી હતી. ઉર્વશી રૌતેલાએ કાન્સના ત્રીજા દિવસનો પોતાનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે વ્હાઇટ ફ્રોકમાં જાેવા મળી રહી છે. ફ્રોક પર આગળની બાજુ એક મોટુ વ્હાઇટ રોઝ જાેવા મળી રહ્યું છે. કાન્સના બીજા દિવસે જ્યારે ઉર્વશી રૌતેલા ફ્રિલ ગાઉન પહેરીને પહોંચી ત્યારે તેણે બધાને પોતાની તરફ આકર્ષિત કર્યા. આશ્ચર્યની વાત એ છે કે, ફ્રેન્ચ પાપારાઝીએ તેને ઐશ્વર્યા રાય સમજી લીધી અને તેને ઐશ્વર્યાના નામથી બોલાવવા લાગ્યા હતાં. કાન્સમાં ઉર્વશીની પહેલી એન્ટ્રી પણ ઘણી હટકે હતી. તે પિંક ફ્રિલ ગાઉન પહેરીને આવી હતી. આ સાથે, તેણે એલીગેટર નેકપીસ પહેર્યો હતો, જે ચર્ચાનો વિષય બની ગયો હતો. ઓવરઓલ લુકની વાત કરીએ તો ઉર્વશીએ મિનિમલ મેકઅપ કર્યો હતો. તેણે કાનમાં પણ નેકપીસ સાથે મેચિંગ બિગ લૂપ્સ કેરી કર્યા હતા. તેના પર પણ બે નાના મગર જાેવા મળી રહ્યાં હતા. એક્ટ્રેસે હાથમાં બ્રેસલેટ પહેર્યુ હતું. તેનો આ લુક એટ્રેક્ટિવ લાગી રહ્યો હતો. કાન્સ ફેસ્ટિવલ ૧૬ મેથી શરૂ થયો છે અને ૨૭ મે સુધી ચાલશે. ઓપનિંગ ડે પર ઉર્વશીની સાથે સારા અલી ખાન, એશા ગુપ્તા, માનુષી છિલ્લરનું ડેબ્યુ પણ ખાસ હતું. વર્ક ફ્રન્ટ પર, ઉર્વશી રૌતેલાએ તાજેતરમાં જ ખુલાસો કર્યો હતો કે તે કરણ જાેહરની ફિલ્મમાં જાેવા મળશે. ઉર્વશી રૌતેલાએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક નાની ક્લિપ શેર કરીને લખ્યું, નવી શરૂઆત અને તેણે ધર્મા પ્રોડક્શનને પણ ટેગ કર્યું હતું.
Recent Comments