ઉર્વશી રૌતેલા વિડીયો શેર કર્યો નેટિઝન્સને આ ગમ્યું નહીં અને તેમને ટ્રોલ કરવાનું શરૂ કર્યું
બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે ઘણીવાર તેની તસવીરો અને વીડિયો શેર કરે છે. આ દ્વારા, તેણી તેના નિયમિત જીવન વિશેની માહિતી ફેન્સ સાથે શેર કરે છે. તાજેતરમાં જ તેણે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. તે આ વીડિયોને લઈને ટ્રોલના નિશાના પર આવી ગઈ છે.
જ્યારે કેટલાક ચાહકો તેના લુકના વખાણ કરી રહ્યા છે. આ વિડીયો શેર કરતા ઉર્વશી રૌતેલાએ લખ્યું, “આર. બી.એફ (રેસ્ટિંગ બ્રેકઉફાસ્ટ ફેસ) નો સીરિયસ કેસ થઇ ગયો છે. ” આ સાથે, તેણે તેના કેપ્શનમાં ઘણા હાર્ટ ઇમોજી અને સ્ટાર્સ મૂક્યા છે. વીડિયોના બેકગ્રાઉન્ડમાં સ્પેન્સનું ‘બ્રેકફાસ્ટ ચેલેન્જ સોંગ’ ચાલી રહ્યું છે. આ વીડિયોમાં ઉર્વશી આઉટફિટ ટ્રાય કરતી જાેવા મળી રહી છે. વીડિયોમાં જાેઈ શકાય છે કે તે ટ્રાયલ રૂમમાં છે.
તેણે પ્રિન્ટેડ મીની સ્કર્ટ અને બ્રેલેટ પહેરી છે. તે તેના પર ગુલાબી રંગનું જેકેટનું ટ્રાય કરી રહી છે. ઉર્વશી રૌતેલા આ જેકેટની ચેન ખોલીને અલગ અલગ એંગલ પર જાેઈ રહી છે. તે તેના શોલ્ડરને પણ ફ્લોન્ટ કરતી જાેવા મળે છે. નેટિઝન્સને આ ગમ્યું નહીં અને તેમને ટ્રોલ કરવાનું શરૂ કર્યું. એક યુઝરે લખ્યું, “તમે શું બતાવવા માંગો છો મેડમ ..” જ્યારે અન્ય યુઝરે લખ્યું, “આખરે ઢાંકેલુ શું છે પ” જાેકે કેટલાક ચાહકોએ ઉર્વશીની સુંદરતાના વખાણ કર્યા છે.
ઘણા લોકોએ વીડિયોમાં જાેયેલા તેના આત્મવિશ્વાસની પ્રશંસા કરી છે. તમને જણાવી દઈએ કે ઉર્વશી રૌતેલા એક ફેશનિસ્ટા છે. તેણી ઘણી વખત તેના જાહેર દેખાવને ખાસ રીતે રજૂ કરે છે. તે પોતાને ફિટ રાખવા માટે યોગ અને વર્કઆઉટ પણ કરે છે. તે ફિટનેસ ફીક્ર પણ છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો ઉર્વશી છેલ્લે ‘વર્જિન ભાનુપ્રિયા’માં જાેવા મળી હતી. તે બહુ જલ્દી તેલુગુ ઇન્ડસ્ટ્રીમાં ફિલ્મ ‘બ્લેક રોઝ’થી ડેબ્યૂ કરવા જઈ રહી છે.
Recent Comments