ઉર આશા ઝવેરી ફાઉન્ડેશનનાં સહયોગથી પ્રતિવર્ષ વિધાર્થીઓને સ્કાઉટ અને આપત્તિ નિવારણ પ્રકારે જીવન ઉપયોગી તાલીમ આપવામાં આવે છે
વર્ગ ખંડમાં શિક્ષક દ્વારા ભણાવાતા વિષયો વિધાર્થીનાં મસ્તિષ્કમાં યાદ-દાસ નથી ટકતા. પરંતુ ઉનાળાની રજાઓમાં ગ્રીષ્મ તાલીમવર્ગમાં જાતે શીખેલ સ્કેટિંગ, ચિત્ર, ક્રાફટ, મહેંદી, બ્યુટીપાર્લર, ગ્લાસપેઇન્ટિંગની આવડતો જીવનભરનો સહયોગ બને છે. પુસ્તક અને ભાષાનાં ભારણ વીના શિશુવિહાર પ્રાંગણમાં ૧૯૪૦ થી સાતત્ય પુર્ણ રીતે ચાલતા બીજા સમર કેમ્પમાં ૧૭૩ વિધાર્થીઓ તાલીમ મેળવી રહ્યાં છે.
ઉર આશા ઝવેરી ફાઉન્ડેશનનાં સહયોગથી પ્રતિવર્ષ યોજાતી તાલીમ સાથે વિધાર્થીઓને સ્કાઉટ અને આપતી નિવારણ પ્રકારે જીવન ઉપયોગી તાલીમ આપવામાં આવી છે. નવી પેઢી ભારતની પ્રચલિત શાંતિપ્રિય રમતો રમે અને સમૂહ જીવનનો આંનદ મેળવે તે માટે ક્રીડાગણ તાલીમ સાથે જોડાયેલ સર્વાંગી શિક્ષણનો ત્રીજા વર્ગ તા.૨૭મી મે થી શરૂ થનાર છે. જેમા જાગ્રત વાલીઓને પોતાના બાળકોને મોકલવા સંસ્થાની અખબારી યાદીમાં જણાવ્યું છે.
Recent Comments