ઉલ્લુ એપના સીઈઓ વિરુદ્ધ મહિલાએ યૌન શોષણનો ગંભીર આરોપ લગાવ્યો, કેસ દાખલ
બોલિવૂડ ફિલ્મ પ્રોડ્યૂસર તથા ઉલ્લુ એપના વિભુ અગ્રવાલ નવી મુસબીતમાં ફસાયો છે. ફિલ્મ નિર્માણ કંપની ઉલ્લુ ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડના સીઈઓ (ચીફ એક્ઝીક્યૂટિવ ઓફિસર) વિભુ અગ્રવાલ વિરુદ્ધ મુંબઈ પોલીસે કેસ કર્યો છે. ૨૮ વર્ષીય મહિલાએ યૌન શોષણનો ગંભીર આરોપ લગાવ્યો છે.
મુંબઈ પોલીસે ફિલ્મ નિર્માણ કંપની ઉલ્લુ ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડના સીઈઓ વિભુ અગ્રવાલ વિરુદ્ધ ઇન્ડિયન પીનલ કોડ ૩૫૪ હેઠળ કેસ કર્યો છે. કંપનીની કંટ્રી હેડ અંજલિ રૈના પર પણ કેસ કરવામાં આવ્યો છે. પોલીસે કહ્યું હતું કે ૨૮ વર્ષીય મહિલાને ઉલ્લુ ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડની અંધેરી ઓફિસના સ્ટોરરૂમમાં મોલેસ્ટ કરવામાં આવી હતી.
કંપની એડલ્ટ કન્ટેન્ટને કારણે ચર્ચામાં રહે છે. આ વર્ષે મે મહિનામાં વિભુ અગ્રવાલે કહ્યું હતું, તેઓ ઉલ્લુ પ્રત્યે લોકોની જે ધારણા છે, તે બદલવા માગે છે. જ્યારે તમે ઉલ્લુ બોલો છો તો લોકો તમને અલગ જ રીતે જુએ છે અને તે આ દૃષ્ટિકોણ બદલવા માગે છે.
૨૦૧૯માં વિભુ અગ્રવાલે ઉલ્લુ એપ લૉન્ચ કરી હતી. વિભુએ ફિલ્મ ‘બાત બન ગઈ’ પ્રોડ્યૂસ પણ કરી હતી. એપ પર હિંદી, અંગ્રેજી, તમિળ, મરાઠી તથા તેલુગુ જેવી વિવિધ ભાષાની ફિલ્મ જાેવા મળે છે. આ ઉપરાંત એપ પર ‘કવિતાભાભી’, ‘મોના હોમ ડિલિવરી’, ‘ઓક્શન’, ‘સિંગારદાન’ જેવા શો ચર્ચામાં રહ્યા છે.
Recent Comments