fbpx
રાષ્ટ્રીય

ઉ.પ્રદેશમાં એક જ દર્દીમાં વ્હાઇટ,બ્લેક અને યલો ફંગસ દેખાતા ડોક્ટરો સ્તબ્ધ

યૂપીના પાટનગર લખનૌમાં એક દર્દીમાં વ્હાઇટ, બ્લેક અને યલો ત્રણેય ફંગસ મળ્યા છે. દર્દી હૉસ્પિટલમાં ભરતી છે. ડૉક્ટરો પ્રમાણે ફંગસની જાણ શરૂઆતના તબક્કામાં લાગી ગઈ છે. આ કારણે દર્દીની હાલત અત્યારે વધારે ગંભીર નથી. ગાઝિયાબાદ બાદ આ દેશનો બીજાે કેસ છે. દર્દીનું નામ સરસ્વતી વર્મા (૬૩) છે. એક મહિના પહેલા તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, પરંતુ બાદમાં ચહેરો ભારે થઈ ગયો, આંખ અને માથું દુઃખવા લાગ્યા. ડાયાબિટીસ પણ હતી. મુશ્કેલી વધતી જાેઇને લખનૌની હૉસ્પિટલમાં તેને એડમિટ કરવામાં આવ્યો.

દર્દીની સારવાર કરી રહેલા ડૉ. અનુરાગ યાદવે જણાવ્યું કે લગભગ ૨૦ દિવસ પહેલા તેમને લાવવામાં આવ્યા. એમઆરઆઈ રિપોર્ટ જાેવા મળવા પર ફંગસની પુષ્ટિ કરવામાં આવી. ત્યારબાદ જ્યારે ઇન્ડોસ્કોપી કરવામાં આવી તો જાણવા મળ્યું કે ત્રણેય રંગના ફંગસ છે. નાકમાં બ્લેક ફંગસ જાેવા મળ્યું, સાઇનસમાં યલો અને મેગ્ઝિલરી બોનની ઉપર વ્હાઇટ. દર્દીની સર્જરી કરવાનો ર્નિણય લીધો, પરંતુ એચઆરસીટી વેલ્યુ હાઈ હોવાના કારણે તરત સર્જરી ના થઈ શકી. આવામાં ફેફસાના સંક્રમણને ઓછું કરવામાં આવ્યું. ત્યારબાદ સર્જરી કરીને તમામ ફંગસને બહાર નીકાળવામાં આવ્યા.

જાે સમયસર સર્જરી ના થઈ હોત તો સ્થિતિ ઘણી ગંભીર થઈ શકતી હતી. અત્યારે એન્ટિફંગલ દવાઓ દર્દીઓને આપવામાં આવી રહી છે. ડૉ. અનુરાગ યાદવનું કહેવું છે કે યલો ફંગસ હકીકતમાં વ્હાઇટ ફંગસનો જ એક ભાગ હોય છે. વ્હાઇટ ફંગસમાં જ્યારે પરૂ થઈ જાય છે ત્યારે તેનો રંગ યલો થઈ જાય છે. તેમ છતા આની તપાસ માટે દર્દીનો રિપોર્ટ કરવામાં આવી રહ્યો છે. નિષ્ણતો પ્રમાણે કોવિડ બાદ બ્લેક ફંગસ અથવા મ્યુકરમાઇકોસિસ લોકોને ઘેરી રહ્યો છે. આ રોગમાં કાળા રંગની ફંગસ, આંખ અને મગજમાં ફેલાઈને નષ્ટ કરી રહી છે અને દર્દીઓનો જીવ ખતરામાં છે.

Follow Me:

Related Posts