ગુજરાત

ઊંઝાઃ કોરોનાને કારણે ઐતિહાસિક ઐઠોર ગણપતિ મંદિરે પરંપરાગત શુકન મેળો મોકૂફ

ઊંઝા તાલુકાના ઐઠોર ગામે રેણુધારી ગણપતિ દાદાની પૌરાણિક મૂર્તિ ધરાવતું ઐતિહાસિક મંદિર આવેલું છે. જ્યાં ચૈત્ર માસમાં દર વર્ષે વર્ષો જૂની પરંપરા મુજબ શુકન મેળો યોજાતો હોય છે આ શુકન મેળામાં હજારોની સંખ્યામાં ભક્તો-દર્શનાર્થીઓ ઉમટી પડતા હોઈ છે. મંદિર સંસ્થાન દ્વારા આ વખતે સતત બીજા વર્ષે પણ શુકન મેળાનું આયોજન કોરોના મહામારીને જાેતા મોકૂફ રાખવામાં આવ્યું છે.

ઊંઝાના ઐઠોર ગણપતિ દાદાના મંદિરે ચૈત્ર માસમાં ૧૪થી ૧૬ એપ્રિલ ત્રિદિવસીય શુકન મેળાનું આયોજન કરાયું હતું જે મોકૂફ રાખવામાં આવ્યું છે. પરંપરા મુજબ દર વર્ષે શુકન મેળામાં ગામના વડવાઓ પરંપરા મુજબ અનાજના કણ આધારે શુકન જાેતા હોય છે. જે ધાર્મિક પરંપરા માનીને મોટી સંખ્યામાં લોકો અહીં શુકન મેળો જાેવા આવે છે. આ ત્રણ દિવસ દરમિયાન ચગડોળ, ચક્કી, અને રમત-ગમતના રમકડાં સહિતના સાધનો ચોકમાં ગોઠવીને મેળામાં મનોરંજન પણ પૂરું પાડવામાં આવે છે અને ત્રણ દિવસના અંતે ખેડૂતો અને અન્ય નાગરિકો માટે આગામી વર્ષ કેવું રહેશે તેનું અનુમાન લગાવવામાં આવે છે. જાેકે, કોરોના મહામારી જાેતા આ વખતે પરંપરાની ઉજવણી બંધ રાખવામાં આવી છે.

Related Posts