ઊંઝાના ધારાસભ્ય આશાબેનની સિદ્ધપુરના મુક્તિધામમાં અંતિમવિધિ પૂર્ણ
મહેસાણા જિલ્લાના ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલનું ડેન્ગ્યુને કારણે મલ્ટી ઓર્ગન ફેલ થતા રવિવારે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં નિધન થયું હતું. અમદાવાદમાં સારવાર દરમિયાન નિધન થયા બાદ તેમના પાર્થિવદેહને ઊંઝા લઈ જવામાં આવ્યો હતો. ઊંઝા છઁસ્ઝ્રમાં અંતિમ દર્શન માટે રખાયેલા પાર્થિવદેહનાં મોટી સંખ્યામાં લોકોએ અંતિમ દર્શન કર્યાં હતાં. જ્યારે આજે તેમની અંતિમ યાત્રા નિકળી હતી. આશાબેનના નિધનને લઇને સમગ્ર ઊંઝા શોકમય બન્યુ છે. આજે ઊંઝા અને વડનગરના વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળીને આશાબેનને શ્રદ્ધાજલિ અર્પણ કરી છેર્ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઊંઝાના ધારાસભ્ય ડો.આશા બહેન પટેલના દુઃખદ અવસાન અંગે ઊંડા શોકની લાગણી વ્યકત કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે. મુખ્યમંત્રી ડો.આશા બહેનના પાર્થિવદેહનાં અંતિમ દર્શન માટે રવિવારે ઊંઝા પહોંચ્યા હતા અને સદગતને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા. મુખ્યમંત્રીએ ડો.આશા બહેન પટેલે એક જાગતિક જન પ્રતિનિધિ તરીકે જનસેવા સાથે લોક પ્રશ્નોના ઉકેલ માટે સતત કાર્યરત રહીને એક સંનિષ્ઠ ધારાસભ્ય તરીકે આપેલી સેવાઓની સરાહના કરી હતી. સ્વ.આશા બહેનના આત્માની શાશ્વત શાંતિની પ્રભુ પ્રાર્થના પણ કરી હતી. આશાબેન પટેલની અંતિમવિધિમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહેવાની શક્યતાઓ છે. ઓમો પગલે સિદ્ધપુર નગરપાલિકા દ્વારા નદીના પટમાં જરૂરી વ્યવસ્થા કરવામા આવી હતી. સિદ્ધપુરમાં થનારી અંતિમવિધિમાં રાજ્ય સરકારના મંત્રી જગદીશભાઈ પંચાલ, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પૂર્વ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ જીઆઇડીસીના ચેરમેન બલવંતસિંહ રાજપૂત તેમજ ધારાસભ્યઓ સહિત મોટી સંખ્યામાં અગ્રણી મહેમાનો અગ્નિ સંસ્કાર સમય ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ પાઠવશે.મહેસાણા જિલ્લાના ઊંઝાનાં ધારાસભ્ય આશાબેન પટેલનું રવિવારે અવસાન થતાં આજે સિદ્ધપુરમાં અંતિમવિધિ કરાઇ છે. આશાબેનના પાર્થિવદેહને ગતરાત્રે ઊંઝા છઁસ્ઝ્રમાં રાખવામાં આવ્યો હતો. જ્યાંથી સવારે તેમના વતન વિશોળ ખાતે લઇ જવાયો હતો. ત્યાથી સિદ્ધપુરના સરસ્વતી મુક્તિધામમાં આશાબેનની અંતિમવિધિ તેમના ભાઇના હાથે પૂર્ણ કરાઇ છે. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, બળવંતસિંહ, સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોર સહિતના નેતાઓ આશાબેનની અંતિમ વિધીમાં હાજર રહ્યા હતા.જ્યાં ‘ભારત માતાકી જય, વંદે માતરમ અને આશાબેન તુમ અમર રહો’ના નારા લાગ્યા હતા. સવારે ૮ વાગ્યે ઊંઝા છઁસ્ઝ્ર ખાતેથી તેમની અંતિમયાત્રા કઢાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જાેડાયા હતા. આ યાત્રા બરોડા બેંક, વિજય સોસાયટી, સજ્જન બેંક, ગોકુલધામ, ઉમિયા માતાજી ચોક, ઉમા સોસાયટી રોડ, વિશ્વકર્મા રોડ, ગાંધીચોક, ઊંઝા નગરપાલિકાથી અંડરબ્રિજ થઈ તેમના ગામ વિશોળ ખાતે લઇ જવાઇ હતી, ત્યાંથી અંતિમવિધિ પાર્થિવદેહને સિદ્ધપુર લઈ જવામાં આવ્યો છે.
Recent Comments