ગુજરાત

ઊંઝાના ૩.૬૯ લાખના સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી થઇ

ઊંઝા શહેરના વિસનગર રોડ પર આવેલ માધવ બંગલોઝના બંધ મકાનના પાછળની બારીના ગ્રીલના લોખંડના સળિયા પહોળા કરી તસ્કરો રૂમમાંથી ચાવી મેળવી તિજાેરીમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ ૩.૬૯ લાખની ચોરી થઈ હતી. ઊંઝા શહેરના વિસનગર રોડ પર આવેલ માધવ બંગલોઝના મકાન નંબર ૩૬ માં રહેતા રમીલાબેન જયેશકુમાર પટેલનું મકાન ૧૦ દિવસથી બંધ હતુ તેઓ સુરત ગયા હતા જે બંધ મકાનના પાછળની બારીના ગ્રીલના લોખંડના સળિયા પહોળા કરી અને ગૃહપ્રવેશ કરી પૂજાપાઠના રૂમમાંથી ચાવી મેળવી તિજાેરીઓ ખોલી અજાણ્યા શખ્સો તીજાેરીમાં મુકેલ સોનાના દાગીનાતથા રોકડ મળી કુલ રૂ ૩,૬૯,૦૦૦ ના મુદામાલની ચોરી કરી લઈ ગયા હતા.

જેમાં રમીલાબેનના ભાઈ દશરથભાઈ પટેલ બંધ મકાનની અવારનવાર દેખરેખ રાખતા હોઇ જેઓને ચોરીની જાણ થઈ હતી જેથી ઊંઝા પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે દશરથભાઈ હરગોવનદાસ પટેલના નિવેદનના આધારે કોઈ અજાણાયા શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Follow Me:

Related Posts