ઊંઝા એપીએમસીમાં ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે ચુંટણીની તારીખોગુજરાત હાઇકોર્ટે ૫ વર્તમાન ડિરેકટરોનું સત્તા પર રહેવા માટે કરેલ અરજી ફગાવી
ઊંઝા એપીએમસીના પાંચ ડિરેક્ટરો દ્વારા વહીવટમાં ચાલુ રહેવા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટે આ અરજી ફગાવતા વર્તમાન ડિરેકટરોનું સત્તા પર રહેવાનું કોઈ પણ પ્રકારે શક્ય નથી. મહત્વની વાત તો તે છે કે, ઊંઝ એપીએમસીની વર્તમાન બોડીની ચૂંટણીની મુદત પૂર્ણ થઈ ગઈ છે. અને નવી જો ચૂંટણી ના થાય ત્યાં સુધી વહીવટમાં ચાલુ રહેવા માટે એપીએમસીના ૫ ડિરકટોરોએ હાઈકોર્ટીમાં પિટિશન દાખલ કરી હતી જેને કોર્ટે ફગાવી.
મહત્વનું છે કે ઊંઝા એપીએમસીની ૨૦ જૂનના રોજ મુદત પૂર્ણ થઈ ગઈ છે. અને કોઈ નવા ડિરેક્ટરોની નિમણૂંક થઈ નથી. ત્યારે એપીએમસીના ચેરમેન દિનેશ પટેલ સહિત ૫ ડિરેક્ટરોએ રજૂઆત કરી કે સરકાર ટૂંક સમયમાં ચૂંટણી કરવાની હોવાથી તેમને વહીવટમાં ચાલુ રાખવામાં આવે. મુદત પૂર્ણ થતા એપીએમસીના જૂના વહીવટદારોએ એક્સટેન્શન માગ્યુ હતું. જો કે એપીએમસીમાં ૧૫ પૈકી ૫ ડિરેક્ટરે એક્સટેન્શન માગ્યું હોવાથી હાઈકોર્ટ તેમની અરજી ફગાવી.ગુજરાત હાઈકોર્ટે ૫ ડિરેક્ટરોની વહીવટમાં વધુ રહી સત્તા ભોગવવાના સપના પર પાણી ફેરવ્યું છે. જો કે ટૂંક સમયમાં ઊંઝા એપીએમસી અંગે ર્નિણય લેવાશે. સરકાર ટૂંક સમયમાં ચૂંટણી જાહેર કરી વહીવટદારની કરી શકે છે નિમણૂક.
Recent Comments