ઊંઝા નગરપાલિકામાં ભાજપ ના ૬ સભ્યો ગાયબ, ભાજપમાં દોડધામગાયબ નગર સેવકો કામદાર પેનલને ટેકો આપે તેવી શક્યતા
પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી પહેલા ઊંઝા નગરપાલિકામાં હડકંપ મચી ગયો છે. અહીં મોબાઈલ સ્વીચ ઓફ કરી ભાજપના છ નગરસેવકો ગાયબ થઇ ગયાના સમાચાર મળતાં ભાજપમાં દોડધામ મચી ગઇ છે. ઉલ્લેખનિય છે કે, ગાયબ નગર સેવકો કામદાર પેનલને ટેકો આપે તેવી શક્યતા જાેવાઇ રહી છે. જાે કે આ દરમિયાન સ્ન્છ કિરીટ પટેલે નિવેદન આપ્યું છે કે, તેઓ પોતાના કામથી બહાર ગયા છે. જાે કે ઊંઝા નગરપાલિકામાં ભાજપ ના ૬ સભ્યો ગાયબ થઈ જતા ભાજપ ચિંતિત છે. કારણ કે, ભાજપના ૬ સભ્યો ગાયબ થઈ જતા ભાજપ પ્રમુખ પદ ગુમાવે તેવી શકયતા છે.. ઊંઝા નગરપાલિકામાં ૩૬ સભ્યો પૈકી ભાજપ પાસે કુલ ૨૦ કામદાર પેનલ પાસે ૧૫ અને ૧ અપક્ષ સભ્ય છે. ભાજપના ૬ સભ્યો ગાયબ થઈ જતા હવે ભાજપ પાસે ૧૪ સભ્ય છે.
ગાયબ થયેલા ૬ સભ્યો કામદાર પેનલ ને ટેકો આપે તેવી શકયતા છે. સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ નરેશ પરમાર ટી પી ચેરમેન ની આગેવાનીમાં ભાજપના સભ્ય ગાયબ થયા હોવાના અહેવાલ ફરતા થયા છે. વિકાસના કામો ન થતા અસંતોષ ને પગલે સભ્યો ગાયબ થયા હોવાનું પણ સામે આવ્યું છે. ધારાસભ્ય આ સભ્યો સાથે બેઠક યોજી હતી. વિકાસ કામ બાબતે કોઈ બાંહેધરી ન લેવાતા સભ્યો ગાયબ થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. હવે ભાજપ આ સભ્યો સસ્પેન્ડ કરી શકે છે. નરેશ પરમાર,જગદીશ ચાવડા,કામિનીબેન પટેલ,સંજય પટેલ,કૃપા રાવલ ગાયબ થઇ ગયા છે અને તેમના ફોન પણ સ્વીચ ઓફ છે.
Recent Comments