fbpx
સૌરાષ્ટ - કચ્છ

ઊનાના સીલોજ ગામ નજીક હાઇવે પર વાહન અકસ્માતમાં 4 વર્ષની દીપડીનું મોત

ઊનાના સીલોજ ગામ નજીક હાઇવે રોડ પર પુરઝડપી ચલાવતા અજાણ્યા વાહન ચાલક વન્યપ્રાણી દીપડીને અડફેટે લેતા અકસ્માતે દીપડીનું ધટના સ્થળેજ મોત નિપજ્યુ હતું. ઊના કોડીનાર હાઇવે પર આવેલ સીલોજ ગામ નજીક રાત્રી સાડા દશ વાગ્યાની આસપાસ વન્યપ્રાણી દીપડી હાઇવે રસ્તાને ક્રોસ કરી કહ્યુ હોય એ દરમ્યાન પુરઝડપી ચલાવતો અજાણ્યો વાહન ચાલકે દીપડીને હડફેટે લેતા શરીરના ભાગમાં વાહનનું વ્હીલ ફરી વળતા ગંભીર રીતે ધવાયેલ હતું. અને લોહીલોહાણ હાલતમાંજ રસ્તા પર ઢળી પડેલ જ્યા તેનું ધટના સ્થળેજ મોત થયુ હતું. જ્યારે આ બનાવથી રસ્તા પરથી વાહન ચાલકોનો ટ્રાફીક જામ થયેલ અને વનવિભાગને જાણ કરતા જશાધાર રેન્જના આર એફ ઓ જેજી પંડ્યા, વી આર ચાવડા, ભાવસિંહ સોલંકી સહીતનો ફોરેસ્ટ ટીમ ધટના સ્થળે તાત્કાલીક દોડી ગયેલ હતી. અને લોકો જોવા ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જ્યારે ઉના પોલીસ કાફલો પણ ધટના સ્થળે પહોચી ગયેલ હતી. વનવિભાગ દ્વારા સ્થળ પર દીપડીનો મૃતદેહ જોતા કઇ રીતે અકસ્માતમાં મોત થયેલ હોવાની તપાસ શરૂ કરેલ અને આ દીપડીના મૃતદેહનો કબ્જો લઇ વનવિભાગના વાહન મારફતે જશાધાર એનિમલકેર સેન્ટર ખાતે પી એમ અર્થે ખસેડાયેલ છે. વનવિભાગના અધિકારી જે જી પંડ્યાએ દીપડી અંદાજીત ચારેક વર્ષની હોય અને અજાણ્યા વાહન કાર ચાલક હોવાનું અનુમાન જણાવેલ છે.

Follow Me:

Related Posts