ઊનામાં એક લગ્ન પ્રસંગમાં દારૂની છોળો ઉડી, વીડિયો વાઈરલ ,
ઊનામાં એક લગ્ન પ્રસંગમાં દારૂની છોળો ઉડી, વીડિયો વાઈરલ થતા પોલીસ પર આવતા ઘણા પ્રશ્નો
વીડિયો વાયરલ થતાં ઉનામાં દારૂનું ધૂમ વેચાણ તે વિડિયો માફ કરી શકાય છે
રાજ્યમાં દારૂબંધીના લીરેલીરા ઉડાવતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. વાઈરલ થયેલો આ વીડિયો ગીર સોમનાથ જિલ્લાના ઊના તાલુકાના એક ગામનો છે. જેમાં લગ્ન પ્રસંગમાં દારૂની રેલમછેલ ઉડતી જોવા મળી રહી છે. વીડિયોમાં કેટલાક શખ્સો કાયદાનો ડર રાખ્યા વગર દારૂની બોટલ લઈને એક બીજા પર દારૂની છોળો ઉડાવી રહ્યા છે અને નાચી રહ્યા છે. ઊના તાલુકાના કાળાપણ ખાણ ગામનો આ વીડિયો હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે આ વીડિયો 16 ફેબ્રુઆરીની રાતનો હોવાનું જાણવા મળ્યું છે. ખાણ ગામના નવ નિયુક્ત યુવા સરપંચના લગ્ન પ્રસંગનો આ વીડિયો હોવાની જાણકારી મળી છે. લગ્ન પ્રસંગમાં દારૂ-બિયરની બોટલો લઈને કેટલાક શખ્સો નાચી રહ્યા છે અને દારૂ-બિયર બોટલમાંથી એક બીજા પર ઉડાવી રહ્યા છે. આમ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂ-બિયરની રેલમછેલ ઉડતાં પોલીસ પ્રશાસનની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે
Recent Comments