ઊનામાં યુવાનનો મોબાઈલ ચોરતા ૨ ઈસ્મો કેમેરામાં કેદ થયા
ઊના શહેરમાં કાયદો વ્યવસ્થા કથળી ગયો હોય તેમ અવાર નવાર ચોરી, મારામારી, ચિલઝડપ જેવી ઘટનાઓ બની રહી છે. ત્યારે બે દિવસ પહેલા યુવાનનાં ખીસ્સામાંથી અજાણ્યા બે ગઠીયાએ મોબાઈલ સેરવી લીધો હતો. અને પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેમના સીસીટીવી સામે આવ્યા છે. ઊના શહેરમાં રહેતા સલીમભાઈ એસ. કાજાણી એક મેડિકલ સ્ટોરમાં દવા લેવા માટે ગયા હતા.
એ સમયે બે અજાણ્યા શખ્સ મોઢા પર બાંધી આવ્યા હતા અને સલીમભાઈના ઉપલા ખીસ્સામાંથી મોબાઈલ સેરવી લીધો હતો. બાદમાં નાસી ગયા હતા. આ બનાવ સીસીટિવીમાં કેદ થયો હતો. અને સલીમભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સીસીટિવીના આધારે તપાસ તેજ કરી છે.
Recent Comments