ઊના પીપલ્સ બેંકની સાધારણ સભામાં ખેતી બેંકના ચેરમેન ડોલરભાઇ કોટેચા ઉપસ્થિત રહ્યાં

ઉના શહેરમાં વેપારીની બેંક તરીકે ઓળખાતી ઘી ઉના પીપલ્સ કો.ઓ. બેંકના ચેરમેન ઇશ્વરભાઇ જેઠવાણીના અધ્યક્ષ સ્થાને સાધારણ સભા યોજાઇ. આ પ્રસંગે ગુજરાત રાજ્ય ખેતીના ચેરમેન અને સહકારી અગ્રણી ડોલરભાઇ કોટેચાની પ્રેરક ઉપસ્થિતએ હાજર રહેલા સહકારી અગ્રણી બેંકના સ્ટાફ તેમજ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલા વેપારીઓનો ઉત્સાહ વધાર્યો તેમજ બેંકની સાધારણ સભામાં મુખ્ય મહેમાન તરીકે પૂર્વ ધારાસભ્ય કે.સી રાઠોડ ઉપસ્થિત રહ્યાં હતાં. સાધારણ સભાના પ્રારંભ બેંકના સી.ઇ.ઓ મિનાક્ષીબેન ધોળકીયાએ બેંકની પ્રગતિ વિશે આંકડાકિય માહીતી આપી હતી.
તેમજ બેંક તરફથી સભાસદોને સાત ટકા ડિવીડન્ડ આપવાની જાહેરાત કરી હતી. પાછલા વર્ષોમાં કોરોના મહામારી અને મંદીના માહોલમાં બેંક વર્ષ ૨૦૨૧/૨૨માં રૂ. ૬૮.૮૨ લાખનો નફો કર્યો હોવાનું જણાવ્યું હતું. સાથે સાથે વર્ષ ૧૯૯૭થી બેંકમાં ૨૫ વર્ષથી વધુ સેવા આપનાર સિંધી સમાજના વેપારી અગ્રણી વિજયભાઇ કમવાણી જે બેંકના સુખ-દુઃખના પ્રસંગમાં અડીખમ યોદ્ધાની જેમ ઉભા રહી સતત બેંકની પ્રગતિ કેમ થાય તેવા સફળ પ્રયત્નો કર્યા છે. ત્યારે ઉના પીપલ્સ બેંક એક વૃક્ષમાંથી વટવૃક્ષ બનેલ છે. અને આ પ્રસંગે વિજયભાઇ કમવાણી નિવૃત થતાં હોય બેંક દ્રારા તેમની અવિસ્મરણીય કામગીરીને બિરદાવી સહકારી અગ્રણી ડોલરભાઇ કોટેચા તેમજ બેંકના પદાધિકારી દ્રારા સન્માન કરી સમૃતિ ચિહન અર્પણ કરવામાં આવ્યું હતું.
તેમજ બેંકના વાઇ.ચેરમેન મિતેષભાઇ શાહ તેમજ પૂર્વ ચેરમેન મહેન્દ્રભાઇ ગટેચાના પણ બેંકની પ્રગતિમાં તેમનો સિંહફાળો છે અને વેપારીની બેંક આગામી દિવસોમાં ગ્રાહકોને ઉતમ પ્રકારની સેવા અને સુવિધા મળે તે બાબતની વિચારણા કરી હતી. જ્યારે બેંકની સ્થાપનાથી અત્યાર સુધીમાં બેંકના પૂર્વ તેમજ નવા વરાયેલા તમામ ડિરેક્ટરોનું સન્માન કરવામાં આવ્યું. અંતમાં બેંકના પૂર્વ ચેરમેન વિજયભાઇ કમવાણીએ આભારવિધી કરી. જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુરેશભાઇ જાેષીએ કર્યુ હતું.
Recent Comments