દેશ સહિત ગુજરાતમાં વારંવાર અકસ્માતના કેસ જાેવા મળે છે છેલ્લા ઘણા સમયથી અકસ્માતના કેસમાં રોકેટગતિએ વધારો થઈ રહ્યો છે ત્યારે ઊના ભાવનગર હાઈવે પર છાસવારે અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યારે તાલુકાના ગરાળ ગામના પાટીયા પાસે નેશનલ હાઈવે રોડ પર ટ્રક ઉના તરફ આવી રહ્યો હતો. ત્યારે અચાનક ટ્રકનું સ્ટેરીંગ ડ્રાઈવરે કાબુ ગુમાવી દેતા રસ્તાની સાઈડમાં ટ્રક ઉતરી જતાં ધડાકા ભેર વૃક્ષ સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. જાે કે આ અકસ્માત દરમ્યાન કોઈ જાનહાની થઇ ન હતી અને ટ્રક ડ્રાઇવરનો આબાદ બચાવો થયો હતો. જ્યારે ટ્રકનાં આગળનાં ભાગનો મોરાને નુકસાન થયેલ જાેવા મળેલ છે. આ હાઇવે રોડ પર બિસ્માર રસ્તાના કારણે રોજ નાના મોટા અકસ્માતની ઘટના બની રહી છે.
ઊના-ભાવનગર હાઈવે પર ટ્રકચાલકનો કાબુ ગુમાવતા ધડાકાભેર ઝાડ સાથે અથડાઈ

Recent Comments