fbpx
બોલિવૂડ

ઋતિક રોશને છોડેલી વેબ સીરીઝમાં આદિત્ય રોય કપૂર કામ કરશે

ઋતિકે આ વેબ સીરીઝ ક્યા કારણોસર છોડી દીધી છે તેની સત્તાવાર રીતે કોઇ જાણકારી આપનાવામાં નથી. ધ નાઇટ મેનેજરની હિંદી રીમેકમાં આદિત્ય એ રોલ કરશે જેને મૂળ સીરીઝમાં ટોમ હિડલટને નિભાવ્યો હતો. અનિલ કપૂર પણ આ સીરીઝનો હિસ્સો બને તેવી શક્યતા છે. જાે આમ થશે તો આદિત્ય અને અનિલ કપૂર બીજી વખત સાથે કામ કરશેઋતિક રોશન બોલીવૂડના વ્યસ્ત કસાકારોમાંનો એક છે. થોડા સમય પહેલા સમાચાર હતા કે, ઋતિક વેબ સીરીઝમાં ડેબ્યુ કરવાનો છે, જેના માટે તેને રૂપિયા ૭૫ કરોડ જેટલી અધધધ રકમ મળવાની છે. પરંતુ હવે તે આ સીરીઝમાંથી નીકળી ગયો હોવાની વાત આવી છે.

ઋતિક રોશન બ્રિટિશ વેબ સીરીઝ ધ નાઇટ મેનેજરની હિન્દી રીમેક દ્વારા ડિજિટલ પ્લેટફોર્મ પર ડેબ્યુ કરવાનો હતો. પરંતુ હવે તે આ સીરીઝમાંથી નીકળી ગયો છે અને તેનું સ્થાન આદિત્ય રોય કપૂરે લીધું છે. ઋતિકે આ વેબ સીરીઝ ક્યા કારણોસર છોડી દીધી છે તે જાણવા મળ્યું નથી.આ વેબ સીરીઝમ ાટે તેને ૭૫ કરોડ રૂપિયા જેટલી તગડી રકમ પણ મળવાની હતી પરંતુ ઋતિકે આ ઓફર ઠુકરાવી દીધી છે. ેતેના સ્થાને હવે આદિત્ય રોય કપૂરને લેવામાં આવ્યો છે. આદિત્ય રોય કપૂરની આ પ્રથમ વેબ સીરીઝ હશે.

Follow Me:

Related Posts