કંજર્વેટિવ પાર્ટીના નેતા અને બ્રિટનના પ્રધાનમંત્રીના રૂપમાં બોરિસ જાેનસનનું સ્થાન લેવાની દોડમાં ઋષિ સુનકે પોતાની મજબૂત પકડ બનાવી લીધી છે. ગુરૂવારે બીજા તબક્કાના મતદાનમાં તે ૧૦૧ મતો સાથે ફરીથી જીતી ગયા છે. ટોરે પાર્ટીના નેતૃત્વની આ સ્પર્ધામાં હવે ફક્ત ૫ ઉમેદવાર બચી ગયા છે. ભારતીય મૂળની એટોર્ની જનરલ બ્રેવરમૈન સૌથી ઓછા ૨૭ વોટ પ્રાપ્ત કરવાની સાથે જ આ દોડમાંથી બહાર થઇ ગયા છે. સાંસદો દ્રારા બીજા તબક્કાના મતદાન બાદ વધતી જતી આ સ્પર્ધામાં સુનક ઉપરાંત વેપાર મંત્રી પેની મોરડુએં (૮૩ વોટ), વિદેશ મંત્રી લિજ ટ્રસ (૬૪ વોટ), પૂર્વ મંત્રી કેમી બાડેનોક (૪૯ વોટ) અને કંજર્વેટિવ પાર્ટીના નેતા ટોમ ટુગેનડૈટ (૩૨ વોટ) બચ્યા છે.
કંજર્વેટિવ પાર્ટીના સભ્યો વચ્ચે મતદાનની આગળ પાંચ તબક્કાનું પુરૂ થવાની સાથે આગામી ગુરૂવાર સુધી ફક્ત બે નેતા આ દોડમાં રહેશે. હવે તમામની નજર આ વાત પર ટકેલી છે કે બ્રેવરમેન અને તેમના સમર્થક કોના પક્ષમાં જશે અને તેમને મળેલા ૨૭ વોટ પાંચ ઉમેદવારોમાંથી કોઇ મજબૂતી પ્રદાન કરશે. સુનક (૪૨) એ પહેલાં ઇન્ટરવ્યુંમાં કહ્યું હતું કે ‘મને એ વાતનો વિશ્વાસ છે કે કીર સ્ટાર્મર (વિપક્ષી લેબર પાર્ટીના નેતા) ને હરાવવા અને ચૂંટણીમાં જીત પ્રાપ્ત કરવા હું સર્વશ્રેષ્ઠ વ્યક્તિ છું.
બ્રિટેન બ્રિટિશ ભારતીય પૂર્વ નાણામંત્રી અને ઇન્ફોસિસના સહ-સંસ્થાપક નારાયણ મૂર્તિના જમાઇ સુનમ અંતિમ બે ઉમેદવારોમાં સામેલ થઇ શકે છે. જાેનસનના ઉત્તરાધિકારીનું નામ ૫ સપ્ટેમ્બર સુધી સામે આવી જશે. સરકારમાં પરસ્પર દુશ્મનાવટ બાદ ઘણા મંત્રીઓએ પદેથી રાજીનામું આપી દીધું. ત્યારબાદ બોરિસ જાેનસને પણ બ્રિટનના પ્રધાનમંત્રી પદેથી રાજીનામું આપવું પડ્યું. આ દરમિયાન તેમણે કહ્યું કે તેમની કંજ્ર્વેટિવ પાર્ટી એક નવા નેતા અને પ્રધાનમંત્રીની ચૂંટણી કરશે. જાેનસને કહ્યું હતું, મને મારી ઉપલબ્ધિઓ પર ખૂબ ગર્વ છે. નવા નેતા ચૂંટાઇ ત્યાં સુધી આ પદ પર રહેશે. સાથે જ તેમણે કહ્યું હતું કે દુનિયાના સર્વશ્રેષ્ઠ પદને છોડીને તે ઉદાસ છે. તે નવા નેતાને યથાસંભવ સમર્થન આપશે.
Recent Comments