પંડિત દીનદયાળની પુણ્યતિથિ નિમિત્તે ભાજપના ૪૮ વોર્ડના ૧૯૨ ઉમેદવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં સમર્પણ સંકલ્પ લીધો હતો. સમગ્ર ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે ચૂંટણી પ્રચારમાં નીકળતા આગેવાનો અને સમર્થકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતા નથી. આ બાબતે અમદાવાદ મેડિકલ એસોસિએશનના પૂર્વ પ્રમુખ ડૉ.મોના દેસાઈએ કહ્યું કે, ચૂંટણી પ્રચારમાં ટોળેટોળા જામે છે, જેના કારણે ફરી કોરોનાનો ફેલાવો વધી શકે છે. ફેબ્રુઆરી-માર્ચમાં ફ્લૂ જેવા વાઈરલ ઈન્ફેકશનને વેગ મળતો હોય છે.
યુ.કે., અમેરિકા અને ચીનમાં કોરોનાના કેસ ફરી વધી રહ્યાં છે. બોડકદેવમાં કોંગ્રેસના ઉમેદવારો ગુરુવારે ટ્રેક્ટર પર પ્રચાર માટે નીકળ્યા હતા. બંને રાજકીય પક્ષો સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું સાવ ભૂલી ગયા હતા. તેમણે કહ્યું કે, દિવાળીમાં જે રીતે કોરોનાના દર્દીઓમાં ઉછાળો આવ્યો હતો, તેવું ના બને તેની ચિંતા દરેકે કરવી પડશે. રાજકીય પાર્ટીઓ અને સામાન્ય નાગરિકે સચેત રહેવાની જરૂર છે. દિવાળીની જેમ કેસમાં તીવ્ર ઉછાળો આવશે તો સરકારે હોળીના તહેવાર વખતે જ ફરી એકવાર નિયંત્રણો નાખવાનો વારો આવશે.
એએમએના પૂર્વ પ્રમુખ ડો. મોના દેસાઈની ચેતવણી પ્રચારમાં જામતાં ટોળાંથી દિવાળીની જેમ કોરોનાના કેસમાં તીવ્ર ઉછાળાનું જાેખમ

Recent Comments