ગુજરાત

એએમટીએસ બસના ઉદ્ઘાટનમાં સાંસદની હાજરીમાં કોરોના નિયમોની ઐસી-તૈસી

રાજ્યમાં કોરોનાનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે પરંતુ કોરોના નથી ગયો એ ખુદ શાસકો ભૂલી રહ્યા છે. નાનકડી ભૂલ પણ મોટી આફતને આમંત્રણ આપી શકે છે તે વાત શહેરના નાનાચિલોડા વિસ્તારમાં એએમટીએસ બસનો નવો રૂટ ચાલુ કરવામાં આવ્યો તેના ઉદઘાટન કાર્યક્રમમાં ૫૦ લોકોનું ટોળું ઉમટ્યું હતું. એક બસ શરૂ કરવાના કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સના ઘજાગરાં ઉડ્યા હતા.

શહેરના નાનાચિલોડા વિસ્તારમાં એએમટીએસ બસનો નવો રૂટ ચાલુ કરવામાં આવ્યો છે. જેમાં આજે ત્યાંથી પહેલી બસનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખ પટેલે રિબિન કાપી હતી. આ દરમિયાન ધારાસભ્ય શંભુજી ઠાકોર, એએમટીએસના ચેરમેન વલ્લભ પટેલ અને સરદાર વોર્ડના કોર્પોરેટર સહિતના અનેક કાર્યકરો ઉપસ્થિત હતા. આ કાર્યકમમાં ફોટો પડાવવાના ચક્કરમાં લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું ભાન ભૂલ્યા હતા. લોકો આ નેતાઓ સાથે ફોટોમાં રહી ન જાય માટે ૧૦થી ૧૫ લોકો એક જ ફોટામાં દેખાયા હતા.

૨ દિવસ અગાઉ જ મુખ્યમંત્રીએ ત્રીજી લહેરને લઈને પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તમામ નાગરિકોને સાવચેતી સાથે નિયમોનું પાલન કરવા માટે અપીલ કરી હતી. ત્યારે હવે આવા જ જન પ્રતિનિધિઓ જ નિયમો ભૂલશે. તો તેઓ કેમનું નિયમો પાલન કરવાનું કોઈ બીજાને કહી શકશે. આવો એક બસના રૂટના ઉદધાટનનો કાર્યક્રમ લગભગ લોકોએ પહેલીવાર જાેયો હશે. અને એમાં પણ આવા નેતાઓ પણ કોરોનાકાળ દરમિયાન લોકોને સાવચેત રાખવા માટે અપીલ કરવા નીકળવું જાેઈએ, એની બદલે તેઓ હવે આવા કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે. જાે આવી બેદરકારી જાેવા મળશે તો આ આખા શહેર માટે જાેખમી સાબિત થઈ શકશે.

Related Posts