fbpx
ગુજરાત

એએમસીમાં બદલીઓ બાદ કમિશ્નર પર રાજકીય દબાણો વધ્યા

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે તાજેતરમાં એસ્ટેટ અને એન્જિનિયરિંગ વિભાગના કેટલાક અધિકારીઓની ઈન્ટરનલ બદલી કરી હતી ત્યારે શહેરના એક મંત્રીએ પોતાના માનિતા અધિકારીને પરત લાવવા કમિશનર પર દબાણ શરૂ કર્યું હતું. તે જાેઈ બદલી થયેલ અન્ય અધિકારીઓએ પણ કમિશનર ઉપર દબાણ લાવવાનું શરૂ કર્યું છે.

શાહીબાગ વોર્ડના એક આસિ. એન્જિનિયરને આગામી ૬ મહિના સુધી બદલી નહીં કરવા મંત્રીએ કમિશનરને જણાવ્યું છે. બીજી તરફ સરસપુર વોર્ડના સ્થાનિક કોર્પોરેટરોના વિરોધ છતા મ્યુનિ. ના એક હોદ્દેદારે આસિ. એન્જિનિયરની બદલી કરાવવા દબાણ શરૂ કર્યું છે. બંને કિસ્સામાં મ્યુનિ. ભાજપના કોર્પોરેટરો, હોદ્દેદારો અને અધિકારીઓમાં ભારે નારાજગી જાેવા મળી રહી છે. એસ્ટેટ અને એન્જિનિયરિંગ વિભાગના અધિકારીઓની મહત્તમ ફરિયાદો હોય છે.

અગાઉના મ્યુનિ. કમિશનરે પણ પાંચથી વધુ વર્ષથી એક જ વોર્ડમાં ફરજ બજાવતા બંને વિભાગના અધિકારીઓની બદલી કરવા ર્નિણય કર્યો હતો, પણ તેમનું ટ્રાન્સફર થઈ જતા બદલી અટકી ગઈ હતી ત્યારે હવે નવા કમિશનરે બદલીનો દૌર શરૂ કર્યો છે ત્યારે આ અધિકારીઓ જુદાજુદા સ્તરેથી દબાણ લાવી રહ્યા છે.

Follow Me:

Related Posts