fbpx
ગુજરાત

એએમસી નેશનલ ગેમ્સને લઈ ૧૪ દિવસ માટે શહેરને ૩.૫૦ કરોડનો ખર્ચ કરી શણગારાશે

રાજ્યમાં ૩૬મી નેશનલ ગેમ્સ યોજાવવાની છે. જેમાં ગુજરાતના છ મહાનગરોમાં વિવિધ સ્થળોએ આ ગેમ રમાશે અમદાવાદના ૮ જેટલા સ્થળોએ પણ આ ગેમ રમાવાની છે. જેના પગલે શહેરના વિવિધ વિસ્તારોને રોશનીથી શણગારવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂપિયા ૩.૫૦ કરોડનો ખર્ચ કરી અને એરપોર્ટ તેમજ જે પણ સ્થળોએ નેશનલ ગેમ રમવાની છે ત્યાં લાઇટિંગ કરવા માટેની મંજૂરી સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આપવામાં આવી છે. મોટેરા સ્ટેડિયમ અને આસપાસના રોડ, સાબરમતી રિવરફ્રન્ટ, ખાનપુર રાઇફલ કલબ, શાહીબાગ પોલીસ સ્ટેડિયમ,કેન્સવિલે તેમ જ તમામ બ્રિજાે ૨૯ સપ્ટેમ્બરથી ૧૪ ઓક્ટોબર સુધી રોશનીથી ઝળહળી ઉઠશે.

અમદાવાદના મોટેરા વિસ્તારમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ૨૯મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નેશનલ ગેમ્સનું ઉદઘાટન કરવામાં આવશે. ૧૨ ઓક્ટોબર સુધી આ નેશનલ ગેમ્સ રમવાની છે, ત્યારે અમદાવાદ શહેરને રોશનીથી શણગારવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. ૧૪ દિવસ માટે અમદાવાદ એરપોર્ટ ત્યાંથી મુખ્ય રસ્તાઓ, ખેલાડીઓના હોટલના રોકાણના સ્થળો તેમજ અમદાવાદના બ્રિજ વગેરે જગ્યાએ ટેમ્પરરી લાઇટિંગ કરવા માટે રૂ. ૩.૫૦ કરોડનો ખર્ચ કરવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં તાકીદે મંજૂર કરવામાં આવી હતી. જેથી શહેર આગામી ૧૪ દિવસ માટે રાત્રે રોશનીથી ઝળહળી ઉઠશે. વડાપ્રધાન મોદી આગામી ૨૯ અને ૩૦મી સપ્ટેમ્બરે અમદાવાદના પ્રવાસે આવનાર છે.

તેઓ શહેરમાં જ્યાંથી પસાર થશે તે વિસ્તારના માર્ગો ભપકાદાર રોશનીથી ઝળહળતા કરવાનો મ્યુનિ. કોર્પોરેશને ર્નિણય કર્યો છે. વડાપ્રધાન મોદી તા. ૨૯મીએ મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ ખાતે નેશનલ ગેમ્સનું ઉદ્‌ઘાટન કરશે. ત્યારે આ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જતા ગાંધીનગર રાજભવનથી વાયા ઇંદિરાબ્રિજ થઈ મોટેરા સુધીના સમગ્ર વિસ્તારમાં રોશની કરવામાં આવશે. એમ તા.૩૦મીએ વડાપ્રધાન મોદી મેટ્રોરેલ સ્ટેશનનું જ્યાં ઉદ્‌ઘાટન કરનાર છે તે થલતેજ ટી.વી. ટાવર જતા ડ્રાઇવઇન રોડ પર પણ ભવ્ય રોશની કરવામાં આવશે.

Follow Me:

Related Posts