અમદાવાદ શહેરમાં ભારે ઉકળાટ બાદ બપોરે વરસાદનું આગમન થયું હતું. અમદાવાદ શહેરના નારોલથી નરોડા સહિત અમદાવાદ પૂર્વમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. હાટકેશ્વર સર્કલમાં પાણી ભરાતાં બેટમાં ફેરવાયું છે. ખોખરામાં હાઉસીંગ બોર્ડ વિસ્તારમાં ઘરમાં ઘૂસ્યા પાણી છે. ઉમિયાદેવી સોસાયટી, મોહનકુંજ માર્ગ પર પાણી ભરાઈ જવા પામ્યા છે. ઝ્ર્સ્ જામફળવાડી વિસ્તારમાં પણ જળભરાવ થયો છે. જશોદાનગર, પુનિતનગર રેલવે ફાટક, અમરાઈવાડી, ભાઈપુરા વોર્ડમાં ઠેર ઠેર પાણી ભરાયા છે અને પશ્ચિમ અમદાવાદ ની વાત કરીએ તો બે અન્ડરબ્રિજમાં પણ પાણી થોડા સમય માટે ભરાયું હતું જે થોડા કલાકો બાદ ઉતરી ગયું હતું પણ જેના કારણે ટટ્રાફિક જયાં ની સમસ્યા ઊભી થઈ હતી.
એએમસી નો પ્રી – મોન્સુન પ્લાન ફેલ??બપોર બાદ પડેલા વરસાદના કારણે અમદાવાદના નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી


















Recent Comments