ઓલ્ટ બાલાજીએ શુક્રવારે માહિતી આપી હતી કે, બોલિવૂડ પ્રોડ્યૂસર એકતા કપૂર અને તેની માતા શોભા કપૂરે ર્ં્્ પ્લેટફોર્મના પ્રમુખ પદ પરથી રાજીનામું આપી દીધું છે. અખબારી યાદી અનુસાર, વિવેક કોકા હવે ઓલ્ટ બાલાજીના નવા ચીફ બિઝનેસ ઓફિસર હશે. એકતા કપૂરે પોતાના નિવેદનમાં કહ્યું કે, ‘અમે વિવેક કોકાનું ઓલ્ટ બાલાજીના પરિવારમાં સ્વાગત કરીએ છીએ. ડિજિટલ એન્ટરટેઈનમેન્ટના ભવિષ્ય પર તેમની દ્રષ્ટિ અને કુશળતા સાથે છન્ બાલાજીનું નેતૃત્વ કરવા માટે તે યોગ્ય પસંદગી છે, જે તેને તેની આગામી વૃદ્ધિ અને સફળતા તરફ દોરી જશે.
‘ પ્લેટફોર્મે માહિતી આપી હતી કે, કંપનીની રોજિંદી કામગીરી હવે નવી ટીમ સંભાળશે. અન્ય સાહસો પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે આ ર્નિણય લેવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિવેક કોકા પહેલા સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ‘અતરંગી’ સાથે જાેડાયેલા હતા. કંપનીએ ગયા વર્ષે સપ્ટેમ્બર ૨૦૨૨માં ક્રિએટિવ ટીમમાંથી ૧૫ લોકોને કાઢી મૂક્યા હતા. ઓલ્ટ બાલાજીની શરૂઆત ૨૦૧૭માં થઈ હતી. એકતા કપૂર અને શોભા કપૂર ભલે ઓલ્ટ બાલાજીના મેનેજમેન્ટથી અલગ થઈ ગયા હોય, પરંતુ તેમની હોલ્ડિંગ કંપની ‘બાલાજી ટેલિફિલ્મ્સ’ હજુ પણ પ્લેટફોર્મમાં શેર ધરાવે છે.
ગંદી બાત’, ‘બ્રોકન બટ બ્યુટીફુલ’ અને ‘ક્રેશ’ જેવા ઓરિજિનલ શો ઓલ્ટ બાલાજી પર પ્રસારિત કરવામાં આવ્યા છે, જાે કે આ તમામ શોનું નિર્માણ ઢીી૫ સાથે ભાગીદારીમાં કરવામાં આવ્યું હતું, જેથી તેઓ મહત્તમ દર્શકો સુધી પહોંચે. અભિનેતા જીતેન્દ્રની પુત્રી એકતા કપૂરે ભારતીય ટેલિવિઝન ઇતિહાસમાં અનેક લોકપ્રિય શોનું નિર્માણ કર્યું છે, જેમાં ‘નાગિન’, ‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’, ‘યે હૈ મોહબ્બતેં’ અને ‘કુંડલી ભાગ્ય’ જેવા શોનો સમાવેશ થાય છે.
Recent Comments