એકતા કપૂર, કરણ જાેહર અને કંગનાને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરાશે
જ્યારે વિજેતાઓની જાહેરાત કરવામાં આવી ત્યારે એકતાએ કહ્યું હતું કે, ‘આ સમાચાર સાંભળીને હું ખૂબ જ ખુશ અને ભાવુક છું. મેં ૧૭ વર્ષની ઉંમરે કામ કરવાનું શરૂ કર્યું. મને ઘણું કહેવામાં આવ્યું કે તમે ઘણા નાના છો અને કામ કરવાનો તમારો ર્નિણય ખૂબ વહેલો છે. વર્ષોથી હું શીખી આવી છું કે તમારું સ્વપ્ન જીવવું ક્યારેય વહેલું નથી હોતું. આજે આ મોટા સન્માન માટે મારું નામ આવ્યું છે તે જાણીને હું કેવું અનુભવું છું તે હું કહી શકતી નથી. કરણ જાેહર પણ આ એવોર્ડને લઈને ઉત્સાહિત છે. કરણે મુંબઈ એક મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેને આ વાતની જાણ ત્યારે થઈ જ્યારે તે ફિલ્મ તખ્ત માટે રેકી કરી રહ્યો હતો. તેણે કહ્યું હતું કે, ‘હું ચોંકી ગયો હતો. તે સમયે હું મારી માતા અને બાળકો સાથે વાત કરવા માંગતો હતો અને તેમને આ ખુશખબર આપવા માંગતો હતો, પરંતુ તેમ ન થયું. ખરેખર મને અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો. સામાન્ય રીતે હું અજાણ્યા નંબરો પરથી કૉલ્સ ઉપાડતો નથી. પરંતુ તે દિવસે મેં ફોન ઉપાડ્યો તે સારું હતું કારણ કે તે કોલ મંત્રાલય તરફથી હતો. હું માની શકતો ન હતો કે આ મારી સાથે થઈ રહ્યું છે. મેં તેમનો આભાર માન્યો અને ફોન મૂક્યા બાદ પછી હું સાવ ચૂપ થઈ ગયો. જ્યારે મને આ સમાચાર મળ્યા ત્યારે હું એકલો હતો. નેટવર્કની ઘણી સમસ્યા હતી તેમ છતાં મેં મારી માતાને ફોન કર્યો. જ્યારે મેં તેને કહ્યંક કે મને પદ્મશ્રી મળશે ત્યારે તે રડી પડી હતી. તે જ સમયે, કંગનાએ કહ્યું હતું કે, ‘આ સમાચાર સાંભળીને હું ખૂબ જ સન્માનિત અનુભવું છું. મને આ મોટા પુરસ્કારથી સન્માનિત કરવાની તક આપવા બદલ હું આપણા દેશનો આભાર માનું છું. હું આ એવોર્ડ દરેક મહિલાને સમર્પિત કરવા માંગુ છું જે સ્વપ્ન જાેવાની હિંમત કરે છે. હું આ એવોર્ડ દરેક માતા, દરેક પુત્રી, દરેક મહિલાને સમર્પિત કરીશ. આ એક ગર્વમેન્ટ ફંક્શન છે અને તમામ વિજેતાઓને આમંત્રણ મોકલવામાં આવ્યા છે. આમંત્રણ મળ્યા બાદ દરેક લોકો આ મોટું સન્માન મેળવવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. તમને જણાવી દઈએ કે, જિતેન્દ્ર પણ આ ફંક્શનનો ભાગ હશે. તે દીકરી એકતા કપૂર સાથે આવશે. એકતા ઈચ્છે છે કે તેના પિતા તેના આ મહાન સન્માનને જાેવે. અત્યાર સુધી જે કંઈ ઔપચારિકતાઓ હતી તે પૂરી થઈ ગઈ છે.
Recent Comments