બોલિવૂડ

એકતા કપૂર ગુડબાય ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં રડી પડી

શ્રીવલ્લીના પાત્રમાં ફેમસ થયેલી સાઉથની પોપ્યુલર એક્ટ્રેસ રશ્મિકા મંદાનાએ બોલિવુડમાં ડેબ્યુ કર્યું છે. ૮ ઓક્ટોબર, ૨૦૨૨ ના રોજ તેમની ફિલ્મ ગુડબાય લોન્ચ થવાની છે. રશ્મિકા મંદાના બોલિવુડ બાદશાહ અમિતાભ બચ્ચન સાથે ડેબ્યુ કરવા જઈ રહી છે. ત્યારે આ ફિલ્મનું ટ્રેલર લોન્ચ થઈ ગયું છે. ગુડબાયમાં નીના ગુપ્તા પણ મુખ્ય ભૂમિકામાં છે. આખરે આ ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. જે કોમેડી પણ છે, અને સરપ્રાઈઝિંગ પણ છે. સોશિયલ મીડિયા પર ગુડબાયનું ટ્રેલર ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે. રશ્મિકા મંદાનાની એક્ટિંગ પર ફરી એકવાર દર્શકો આફરીન થઈ ગયા છે. ટ્રેલરની શરૂઆત અમિતાભ બચ્ચન અને રશ્મિકા મંદાનાની લડાઈ સાથે થાય છે. તેના બાદ તેમાં સરપ્રાઈઝિંગ અને હસાવતા ડાયલોગ્સ છે.

આ ફિલ્મના ટ્રેલરમાં તમે એવા સીન આવશે, જેમાં તમારી આંખમાં પાણી આવી જશે. આ ટ્રેલર હસાવનારું પણ છે અને રડાવનારું પણ. ગુડબાય ટ્રેલર લોન્ચિંગ ઈવેન્ટની કેટલીક તસવીરો સામે આવી છે. એકતા કપૂર આ ઈવેન્ટમાં રડી પડી હતી. એકતા કપૂરની રડતી તસવીરો તેજીથી વાયરલ થઈ રહી છે. આ દરમિયાન એકતા કપૂર પોતાના માતાપિતા વિશે વાત કરતા સમયે ભાવુક થઈ ગઈ હતી. તેની આંખમાંથી આસું આવી ગયા હતા, અને તે ક્યાંય સુધી ઈવેન્ટમાં રડતી જાેવા મળી હતી. હકીકતમાં, એક્ટ્રેસ પોતાના માતાપિતાની વધતી ઉંમર અને તેમના સ્વાસ્થય વિશે બહુ જ ચિંતિત જાેવા મળી હતી.

Follow Me:

Related Posts