અમરેલી

એકતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગુજરાત સેવાભાવી મહિપતસિંહ ચૌહાણ અને પોપટભાઈ આહીર ને સન્માનિત કરવામાં આવ્યા

સાવરકુંડલા ની સેવાભાવી યુવતી દ્વારા સુરત ખાતે નિઃશુલ્ક શિક્ષણ, ક્લાસીસ, અનાથ બાળકોને રહેવા જમવા અને દત્તક લેવાની સેવા કરવામાં આવી રહી છે.
એકતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગુજરાત સેવાભાવી મહિપતસિંહ ચૌહાણ અને પોપટભાઈ આહીર ને સન્માનિત કરવામાં આવ્યા.

              મૂળ સાવરકુંડલા ની યુવતી ભારતીબેન ચાવડા દ્વારા  સુરત ખાતે અનાથ બાળકો, ગરીબો, ભિક્ષુકો, દીકરીઓ, મહિલાઓ અને વૃધ્ધો ને મદદરૂપ થવા માટે છેલ્લા 15 વર્ષોથી લોકઉપયોગી સેવાકીય પ્રવૃતિઓ કરી રહ્યાછે તેમના દ્વારા સુરત ખાતે એક્તા ચેરિટેબલ ટ્રસ્ટ ચાલુ કરી 24 કલાક સેવાકીય પ્રવુતિ કરવામાં આવી રહી છે ત્યારે એકતા ચેરીટેબલ ટ્રસ્ટ અને સર્વ સમાજ સેના દ્વારા ગુજરાત રાજ્ય માં નોંધપાત્ર સેવાકીય પ્રવુતિ કરી રહેલા મહિપતસિંહ ચૌહાણ અને પોપટભાઈ આહીર નું સન્માન સમારોહ નું આયોજન સુરત ખાતે કરવામાં આવ્યું હતું સાથે એક્તા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા તાલીમ વર્ગો ની તાલીમાર્થી દિકરી ઓને પ્રમાણપત્રો અને ટ્રોફીઓ મહિપતસિંહ ચૌહાણ અને પોપટભાઈ આહીર નાં વરદ હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા દીકરી ઓને વિવિધ ધંધાકીય ટ્રેનિંગો, વર્ગો અને કલાસીસ માં નિઃશુલ્ક તાલીમ આપી રોજગારી આપવામાં રહીછે અને મહિલાઓ પગભર થવા પ્રોત્સાહન આપવામાં આવેછે જેમનું સમગ્ર સંચાલન એક્તા ચેરિટેબલ ટ્રસ્ટના સંસ્થાપક ભારતીબેન ચાવડા દ્વારા કરવામાં આવેછે.’


              એકતા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત માં જરૂરિયાત મંદ બાળકો ને શિક્ષણ થી લય રેહવા જમવા સૂધી ની જવાબદારી લેવા માં આવેછે તેમજ જરૂરિયાત મંદ દિકરી ઓને પગભર કરવા માટે તાલીમ વર્ગો ભારતીબેન ચાવડા દ્વારા ચલાવવામાં આવે છે એક્તા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતી આવી તમામ કામગીરી ને પ્રોત્સાહન આપવા માટે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા મહિલાઓ, જરૂરિયાતમંદ યુવતીઓ અને વિધાર્થીની ઓને વિનામૂલ્યે તાલીમ ના પ્રમાણપત્રો અને ગુજરાત માં સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવતા સેવાભાવી ઓના સન્માન સમાંરોહમાં સંતો, સામાજીક રાજકીય અગ્રણીઓ, સાવરકુંડલા મહિલા હોમગાર્ડ દક્ષાબેન ચોટલીયા વગેરે જોડાયા હતા અને એકતા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.

Related Posts