એકનાથ શિંદેને શિવસેનાના ધારાસભ્યોની સાથે સાંસદોનો પણ સાથ
મહારાષ્ટ્રનો રાજકીય પારો દિન પ્રતિદિન વધી રહ્યો છે. શિવસેનામાં ફૂટ બાદથી રાજકીય હલચલ ખુબ વધી ગઈ છે. ઉદ્ધવ ઠાકરે ખુરશી અને પાર્ટીને બચાવવામાં લાગ્યા છે પરંતુ તેમની કોશિશ સફળ થતી જાેવા મળતી નથી. રિપોર્ટ મુજબ ઉદ્ધવ ઠાકરેની અપીલ છતાં કેટલાક અન્ય ધારાસભ્યો બળવાખોર બન્યા અને એકનાથ શિંદે પાસે ગુવાહાટી પહોંચી ગયા. શિંદેનો દાવો છે કે તેમની પાસે ૪૫ ધારાસભ્યો જ્યારે કુલ ૪૬ ધારાસભ્યો તેમની સાથે છે. આ ઉપરાંત પાર્ટીના કેટલાક સાંસદો પણ તેમની સાથે આવી શકે છે. આ બધા વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ આજે સવારે સાડા અગિયાર વાગે શિવસેનાના વિધાયકોની એક બેઠક બોલાવી છે. મુંબઈ પણ ત્રણ વિધાયક બળવો પોકારીને શિંદે સાથે જઈ શકે છે. ગુરુવારે શિંદેએ દાવો કર્યો કે તેમની સાથે શિવસેનાના ૪૫ ધારાસભ્યો છે. તેમણે પોતાની સાથે ૪૬ ધારાસભ્યો હોવાની વાત કરી છે. એક વિધાયક કોણ છે તેની જાણકારી હજુ મળી નથી. બીજી બાજુ એવા સમાચાર છે કે શિવસેનાના ૧૦થી વધુ સાંસદો પણ એકનાથ શિંદે સાથે જઈ શકે છે. વાસિમના સાંસદ ભાવના ગાવિત, પાલઘરના સાંસદ રાજેન્દ્ર ગાવિત, થાણાના સાંસદ રાજન વિચારે, કલ્યાણના સાંસદ શ્રીકાંત શિંદે, અને રામટેક સાંસદ કૃપાલુ તુમાનેએ પણ પોતાનું સમર્થન એકનાથ શિંદેને આપ્યું છે.
સાંસદ રાજન વિચારે તો ૩ દિવસથી ગુવાહાટીમાં જ હાજર છે. એવું કહેવાય છે કે આ આંકડો ૧૭ સુધી પહોંચી શકે તેમ છે. અત્રે જણાવવાનું કે બુધવારે શિંદે જૂથે ૩૪ વિધાયકોની સાઈનવાળો એક લેટર મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને મોકલ્યો હતો. જેમાં લખ્યું હતું કે એકનાથ શિંદે જ શિવસેના વિધાયક દળના નેતા છે. છેલ્લે મળતી માહિતી મુજબ હાલ બળવાખોર શિવસેના ધારાસભ્ય અને મંત્રી એકનાથ શિંદેએ હાલ ૪૬ ધારાસભ્યોનો સપોર્ટ હોવાનો દાવો કર્યો છે. જેમાંથી ૩૯ ધારાસભ્યો શિવસેનાના છે જ્યારે ૭ અપક્ષ ધારાસભ્યો છે. ઉદ્ધવ ઠાકરે સાથે ૧૬ વિધાયકો બચ્યા છે.
જેમના નામ ચિમણરાવ પાટિલ, રાહુલ પાટિલ, સંતોષ બાંગાર, વૈભવ નાઈક, સુનિલ રાઉત, રવિન્દ્ર વાયકર, સુનિલ પ્રભુ, દિલિપ લાંડે, પ્રકાશ ફાર્તફેકર, સંજય પોતનીસ, અજય ચૌધરી, કૈલાશ ઘાડગે પાટીલ, આદિત્ય ઠાકરે (મંત્રી), ભાસ્કર જાધવ, રાજન સાલવી અને ઉદય સામંત (મંત્રી) છે.
Recent Comments