fbpx
ગુજરાત

એકાઉન્ટ બંધ થઇ જશે તેવું કહી ગઠિયાએ વેપારીના ખાતામાંથી ૩.૫૨ લાખ ઉપાડી લીધા

ગાંધીનગરનાં શેરથાના વેપારીને બેંક એકાઉન્ટ બંધ થઈ જશે તેવો વિશ્ર્‌વાસ અપાવી ઓનલાઇન પેમેન્ટ એપ્લિકેશન મારફતે રૂ. ૩.૫૨ લાખની છેતરપિંડી થયાંની ફરિયાદ અડાલજ પોલીસ મથકમાં નોંધવા પામી છે.

અડાલજ શેરથા ગામના ચબુતરા વાસમાં રહેતા આશિષ શંકરભાઈ પટેલ ફાસ્ટ ફૂડની દુકાન ચલાવે છે. અગાઉ તેમનું દેના બેંકમાં એકાઉન્ટ હતું. જે બેંકનું બેંક ઓફ બરોડામાં વિલીનીકરણ થતાં તેમનું એકાઉન્ટ બેંક ઓફ બરોડામાં ટ્રાન્સ્ફર થઈ ગયું હતું. ત્યારે દેના બેન્કના એકાઉન્ટ નંબર સાથે ગૂગલ-પે એકાઉન્ટ સાથે તેમનો મોબાઈલ નંબર કનેક્ટ હતો. જેમાં આશિષભાઈ લોગીન કરતા ત્યારે મોબાઈલ નંબર એકાઉન્ટ સાથે કનેક્ટ નહીં હોવાનું બતાવતું હતું.

જેના પગલે આશિષભાઈ ચારથી પાંચ વખત બેંક ઓફ બરોડામાં ફરિયાદ કરવા માટે ગયા હતા પરંતુ બેંક વિલીનીકરણના કારણે તેમની ફરિયાદનું નિરાકરણ આવતું ન હતું. ગત તારીખ ૨૪મી મેના રોજ આશિષભાઈના મોબાઈલ ફોન ઉપર બેંક.ઓફ.બરોડામાંથી વાત કરું છું. તેમ કહી બેંક ઓફ બરોડા સાથે મોબાઈલ નંબર રજીસ્ટર કરાવો નહીતો એકાઉન્ટ બંધ થઈ જશે અને રોકડ ઉપાડી શકતો નહીં તેવો ફોન આવ્યો હતો. આથી ધોરણ ૧૦ પાસ આશિષભાઈ તેમની દીકરી વિશ્વને ફોન આપ્યો હતો.

બાદમાં સામેવાળા ઈસમે બેંક ઓફ બરોડાની એમ-કનેક્ટ એપ્લિકેશનમાં જઈ લોગિન કરવાનું કહી એમપીન પાસવર્ડ નાખવાનું કહ્યું હતું. પરંતુ પાસવર્ડ ખોટો આવતો હોવાથી ઈસમે નજીકના એટીએમમાં જઈ એટીએમ પાસવર્ડ ડી રજીસ્ટ્રર કરવાનું કહેતા તેઓ ફોન ચાલુ રાખીને ગામના એટીએમ માં ગયા હતા. જ્યાં સામે વાળા ઈસમ કહેવા મુજબ પ્રોસેસ કરતા નવો પીન નંબર આવ્યો હતો. બાદમાં તેમને થોડી રકમ વીડ્રો કરવાનું કહેતા આશિષભાઈએ ૫૦૦ રૂપિયા એટીએમમાંથી વીડ્રો કર્યા હતા. ત્યારબાદ ફરીવાર એમ-કનેક્ટ એપ્લિકેશનમાં જાેઈ ટ્રાન્સફર ટુ એકાઉન્ટ ઓપ્શન પર ક્લિક કરવાનું કહ્યું હતું.

જે પ્રોસેસ કરીને એકાઉન્ટ નંબર અને આઇએફએસસી કોડ સાથે નવો ઓટીપી નંબર સામેવાળાએ તમને જણાવી દીધો હતો.
તે વખતે આશિષ ભાઈના એકાઉન્ટમાંથી કોઈ રકમ ડિબેટ થયેલી બતાવતી ન હતી જેથી ઈસમે પચાસ હજાર જમા કરાવવાનું કઈ બે વખત ટ્રાન્જેક્શન કરાવ્યું હતું. આમ તબક્કાવાર પ્રોસેસ કર્યા પછી ઈસમે બેંક સ્ટેટમેન્ટ લેવા માટે એરોન પે તેમજ મોબીક્વિક એપ્લિકેશનમાં લોગીન કરાવીને રૂ. ૩.૫૨ લાખ ટ્રાન્સ્ફર કરી લીધા હતા. થોડી વાર પછી આશિષ ભાઈને ખ્યાલ આવ્યો હતો કે પોતાની સાથે છેતરપિંડી થઈ છે. જેનાં પગલે તેમણે સાયબર અવસ્થમાં ફરિયાદ કર્યા પછી અડાલજ પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

Follow Me:

Related Posts