fbpx
બોલિવૂડ

એક્ટર દીપિકા કક્કર માતા બન્યા પછી એક્ટિંગ છોડી દેશે?

ટેલિવુડ એક્ટર દીપિકા કક્કડના ઘરે જલ્દી જ ખુશીઓ આવવાની છે. તે પ્રેગ્નન્સીને લઇ ઘણી વાર પોતાના વિશે નવીનતમ અપડેટ્‌સ શેર કરતી રહે છે. સસુરાલ સિમર કા ફેમ અભિનેત્રીએ પ્રેગ્નેન્સી બાદ પોતાની એક્ટિંગના પ્લાનિંગ વિશે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, તે આવનારા બેબીને લઇ ને ગણી આનંદિત છે સાથે પરિવારના સભ્યો પણ આવનારા બેબીની રાહ જાેવે છે. સીરિયલ ‘સસુરાલ સિમર કા’ની સુંદર સિમર આ દિવસોમાં તેની પ્રેગ્નન્સીના ત્રીજા તબક્કામાં પહોંચી ગઈ છે. સિમર એટલે કે દીપિકા કક્કડ અવારનવાર તેના જીવનની સૌથી સુંદર પળોને કેમેરામાં કેદ કરી રહી છે અને સતત આ ખુશી તેના ચાહકો સાથે શેર કરી રહી છે. તેના પતિ અને ‘સસુરાલ સિમર કા’ના કો-સ્ટાર શોએબ ઈબ્રાહિમ પણ તેને સંપૂર્ણ સાથ આપી રહ્યા છે. દીપિકા કક્કડ હવે તેના ફેન્સને ખૂબ જ જલ્દી ખુશખબર જણાવશે.

પરંતુ આ દરમિયાન, ડિલિવરી પછી દીપિકા કક્કડના ચાહકો ફરીથી સ્ક્રીન પર જાેવા મળશે કે કેમ તે અંગે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. આ અંગે દીપિકા કક્કરે પોતે ચાહકોને પોતાના પ્લાન વિશે જાણકારી આપી છે. દીપિકા કક્કરે સ્પષ્ટ કર્યું છે કે અભિનયની દુનિયામાં પાછા ફરવાનો તેનો કોઈ ઈરાદો નથી. તે તેના આવનાર બાળક માટે ખૂબ જ ઉત્સાહિત છે. તેથી જ તે ક્ષણ અને સમયને સંપૂર્ણ રીતે જીવવા માંગે છે. દીપિકા કક્કરે એમ પણ કહ્યું કે તેણે ખૂબ જ નાની ઉંમરે સિરિયલોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. લગભગ દસ-પંદર વર્ષ સુધી તેણે ખેંચતાણમાં કામ કર્યું. તેણે તેના પતિ શોએબ ઈબ્રાહિમને પણ સ્પષ્ટ કરી દીધું છે કે હવે તે એક્ટિંગ છોડીને ગૃહિણી અને માતાની જેમ જીવન જીવવા માંગે છે.

Follow Me:

Related Posts