fbpx
બોલિવૂડ

એક્ટર મિલિંદ સોમણે ૪૫૧ કિમીનું રનિંગ કરી વડાપ્રધાનની મુલાકાત કરી

મોડેલ, એક્ટર અને ફિટનેસ આઈકોન મિલિંદ સોમણે બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. ૧૫મી ઓગસ્ટે ઝાંસીથી શરૂ થયેલી યુનિટી રન દિલ્હીના લાલ કિલ્લા ખાતે પૂરી થઈ હતી. આઠ દિવસમાં ૪૫૧ કિમીનું રનિંગ કરીને મિલિંદ સોમણ દિલ્હી પહોંચ્યો હતો અને બાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. રોજનું ૫૩ કિમી રનિંગ કર્યા બાદ વડાપ્રધાન સાથેનો ફોટોગ્રાફ શેર કરતાં મિલિંદ સોમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન કાર્યાલયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત દરમિયાન જાણવા મળ્યું હતું કે, પ્રાચીન ભારતીય રમતો, હેલ્થ અને ફિટનેસ બાબતે તેઓ સમાન રૂચિ ધરાવે છે. સમગ્ર દેશમાં આયુર્વેદ અને યોગને પ્રોત્સાહન આપવા માટે મેં તેમનો આભાર માન્યો હતો.

મિલિંદે ઈન્સ્ટાગ્રામ પર અન્ય એક પોસ્ટ પણ શેર કરી હતી. જેમાં તેઓ વડાપ્રધાનને બાલકૃષ્ણની પ્રતિમા આપી રહ્યા છે. કેપ્શનમાં મિલિંદે લખ્યું હતું કે, તેમના પત્ની અંકિતા કોંવર જન્માષ્ટમી દરમિયાન આ પ્રતિમા વૃંદાવનથી લાવ્યા હતા. રનની પૂર્ણાહુતિમાં લાલ કિલ્લા સુધી પહોંચ્યા બાદ મિલિંદ સોમણે તિરંગો ફરકાવ્યો હતો. ૮ દિવસના રનિંગ દરમિયાન તાપ, વરસાદ જેવી અગવડો વચ્ચે પણ મજા આવી હોવાનું જણાવીને તેમણે આગામી સમયમાં પોતાના અનુભવો રજૂ કરવાની વાત પણ કરી હતી. મિલિંદ સોમણ ત્રણ દાયકા લાંબી મોડેલિંગ કરિયર ધરાવે છે અને હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

જાે કે તેમને ફિટનેસ માટે લોકો વધારે ઓળખે છે. અગાઉ, આઝાદી કા અમૃત મહોત્સવની ઊજવણીના ભાગરૂપે મિલિંદ તેની પત્ની અંકિતા સાથે આઠ દિવસમાં ૪૨૦ કિલોમીટરનું ડિસ્ટન્સ પાર કરીને મુંબઈથી સરદાર સરોવર ધામ સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચ્યો હતો અને અહીં સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ આગળ તેણે તિરંગો લહેરાવ્યો હતો.

Follow Me:

Related Posts