fbpx
બોલિવૂડ

એક્ટર રણદીપ હુડાએ ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’ ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું

રણદીપ હુડાએ ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’ ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું છે. શૂટિંગ રેપ સેલિબ્રેશનનો વીડિયો રણદીપે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જેમાં ફિલ્મની કાસ્ટ પણ તેની સાથે છે. રણદીપે આ વીડિયો શેર કરતાં લખ્યું હતું કે, આખરે વીર સાવરકરનું શૂટિંગ પૂરું થયું છે. આ ફિલ્મ માટે મરી જવાની અની પર ઘણી વખત આવી ગયો હતો, તેની વાત ફરી ક્યારેક. અત્યારે તો ફિલ્મની સમગ્ર ટીમનો આભાર. ફિલ્મમાં જાડા અને પાતળા દેખાવા માટે દિવસ-રાત એક કર્યા છે. હવે હું સારી રીતે જમી શકીશ. સ્વાદિષ્ટ ભોજનનો આનંદ લેવા માગું છે.

ફિલ્મના શૂટિંગ દરમિયાન મેં શેનું ભોજન કર્યું અને શેનાથી દૂર રહ્યો તે અંગે અટકળો ચાલી રહી છે. આ અંગે સ્પષ્ટતા ફરી કરીશ. ફિલ્મમાં રણદીપ હુડાએ વીર સાવરકરનો રોલ કર્યો છે. તેમનો જન્મ મહારાષ્ટ્રના નાસિક નજીક ભાગુર ગામમાં થયો હતો. તેઓ સ્કૂલ સમયથી સ્વતંત્રતા ચળવળ સાથે જાેડાયા હતા. ઈંગ્લેન્ડમાં કાયદાના અભ્યાસ દરમિયાન પણ તેમણે પોતાની ચળવળ ચાલુ રાખી હતી. તેમણે ક્રાંતિકારી ચળવળના સમર્થનમાં પુસ્તકો પણ લખ્યા હતા. ઈંગ્લેન્ડની સરકારે તેમના પુસ્તકો પર પ્રતિબંધ મૂકવાની સાથે તેમને કાલા પાનીની સજા કરી હતી.

Follow Me:

Related Posts