એક્ટર સતીશ કૌશિક થયા કોરોના સંક્રમિત
દેશમાં ફરી એક વાર કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. સામાન્ય લોકોની સાથે સાથે બોલિવૂડ સેલેમબ્સ પણ આ વાયરસની ચપેટમાં આવી રહ્યા છે. મુંબઈમાં કેટલાય બોલિવૂડ સેલેબ્સ કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે. ત્યારે હવે આ લિસ્ટમાં વધુ એક સેલેબ્સ આવ્યા છે. એક્ટર સતીશ કૌશિકનું નામ પણ તેમાં જાેડાઈ ગયુ છે. આ વાતની જાણકારી ખુદ સતીશ કૌશિકે સોશિયલ મીડિયા અકાઉન્ટ પર આપી છે.
સતીશ કૌશિકે એક પોસ્ટ શેર કરતા જણાવ્યુ, કોરોનાથી સંક્રમિત થયાં છે. આ સાથે જ સતીશ કૌશિકે પોતાના સંપર્કમાં આવેલા લોકોને કોરોના ટેસ્ટ કરાવી લેવાની ભલામણ પણ આપી છે. સતીશ કૌશિકએ કહ્યું, હું કોરોના વાયરસની ચપેટમાં આવ્યો છું, છેલ્લા થોડાક દિવસોમાં મારા સંપર્કમાં આવેલા તમામ લોકો પોતાનો કોરોના ટેસ્ટ કરાવી લેવા વિનંતી કરૂ છું. હું ઘરમાં ક્વારન્ટીન છું.
Recent Comments