એક્ટર કપિલ ઝવેરી ‘સાવન…ધ લવ સીઝન’ ફિલ્મમાં બોલિવુડ સુપરસ્ટાર સલમાન ખાન સાથે લીડ રોલમાં જાેવા મળ્યો હતો. બાદમાં કપિલે ‘ઈશ્ક વિશ્ક’, ‘દિલ પરદેશી હો ગયા’, ‘આત્મા’ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. કપિલ ઝવેરી એક્ટિંગ છોડી દીધી છે અને આ પાછળનું કારણ બાળકો છે. કપિલના કહેવા અનુસાર, અનાથ બાળકો પાછળ પોતાનો સમય સમર્પિત કરવા માટે તેણે ફિલ્મી દુનિયાને અલવિદા કહી દીધું છે.
કપિલે જણાવ્યું, “મને એક્ટિંગ કરિયરમાં મજા આવતી હતી. મને ‘ઈશ્ક વિશ્ક’ અને ‘દિલ પરદેશી હો ગયા’ પછી મને પ્રસિદ્ધિ પણ મળવા લાગી હતી. મને લોકોનો પ્રેમ મળતાં આનંદ થતો હતો પરંતુ મને લાગ્યા કરતું હતું કે કંઈક ખૂટે છે. આ એ વસ્તુ નથી જેના માટે હું પેશનેટ છું. ત્યારપછી મેં ટ્રાવેલિંગ શરૂ કર્યું હતું. આ દરમિયાન મેં એવા ઘણા લોકો જાેયા જે ખોરાક અને દવાની અછતના કારણે પીડાતા હતા. જ્યારે મેં તેમને મદદ કરવાનું શરૂ કર્યું ત્યારે મને અંદરથી ખુશી મળવા લાગી. મનને શાંતિ મળી અને કંઈક સારું કર્યાનો સંતોષ થયો. આ પછી જ મેં મારો સંપૂર્ણ સમય અનાથ લોકો પાછળ વાપરવાનું નક્કી કર્યું. મેં એક્ટિંગ છોડી દીધી અને સામાજિક કાર્ય કરવા પાછળ વધુ સમય ફાળવ્યો.”
કપિલે એક એનજીઓ શરૂ કર્યું છે. “હવે મારું પોતાનું એનજીઓ છે. ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોના ચહેરા પર ખુશી લાવવાની પહેલ અમે આ એનજીઓ દ્વારા કરી રહ્યા છીએ. ૨૦૦૦થી વધુ ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને ભોજન આપીને હું તેમના ચહેરા પર સ્મિત લાવવા માગુ છું. અમે આ બાળકોને ફ્રીમાં મુંબઈ દર્શન કરાવીએ છીએ. મુંબઈનો એરિયલ વ્યૂ જાેઈને બાળકો અત્યંત ખુશ થઈ જાય છે”, તેમ કપિલે જણાવ્યું.
Recent Comments