એક્ટ્રેસ અદા શર્માની કોન્ટેક્ટ ડિટેલ થઈ લીક
સુદીપતો સેન દ્વારા દિગ્દર્શિત ધ કેરલા સ્ટોરી ફિલ્મ અત્યાર સુધીમાં રૂપિયા ૨૦૦ કરોડથી વધુની કમાણી કરી ચૂકી છે. આ ફિલ્મને લઈને ઘણા વિવાદો ઊભા થયા છે. અમુક રાજ્યોમાં ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાનો પ્રયાસ પણ થયો હતો. તેમ છતાં આજે આ ફિલ્મ સફળ ફિલ્મોની યાદીમાં પહોંચી ચૂકી છે. આ ફિલ્મમાં અદા શર્માએ મુખ્ય પાત્ર ભજવ્યું છે. તેના અભિનયના વખાણ થઈ રહ્યા છે. ઘણા લોકો હવે અદા શર્માને પસંદ કરવા લાગ્યા છે. જાેકે, ધ કેરલા સ્ટોરી ફિલ્મ રિલીઝ થયા બાદ અદા શર્માને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શરૂઆતમાં તેને સોશિયલ મીડિયા પર મારી નાંખવાની ધમકી મળી હતી. તો હવે તેની કોન્ટેક્ટ ડીટેલ લિક થઈ ગઈ છે. પરિણામે તેને હેરાન કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. અગાઉ આ ફિલ્મના ડાયરેક્ટર સુદિપ્તો સેનને પણ ધમકીઓ મળી હતી. ધ કેરલા સ્ટોરી રિલીઝ થયા પહેલાં જ ચર્ચાનો વિષય બની હતી. તેના ટ્રેલર ઘણા વાયરલ થયા હતા. વિવાદોના કારણે ફિલ્મ સાથે સંકળાયેલી ટીમના અમુક સભ્યો પર જાેખમ ઉભો થયું હતું. આ દરમિયાન અદા શર્માના ફોન નંબર સહિતની કોન્ટેક્ટ ડીટેલ લિક થઈ ગઈ છે. રિપોર્ટ મુજબ કોન્ટેક્ટ ડીટેલ લિક થઈ ગયા બાદ અદા શર્મા સામે ગંભીર સમસ્યાઓ આવી છે. દ્ઘરટ્ઠદ્બેહઙ્ઘટ્ઠ_ર્હ્વઙ્મંી નામના ઈન્સ્ટાગ્રામ યુઝરે તેનો નંબર લિક કર્યો હોવાનું માનવામાં આવે છે. તેણે અદાના નવા નંબર પણ લિક કરવાની ધમકી આપી છે. અત્યારે આ યુઝરનું આઇડી ડીએક્ટિવેટ હોવાનું જાણવા મળ્યું છે. અહીં ઉલ્લેખનીય છે કે, અગાઉ આ ફિલ્મના ડિરેક્ટર સુદિપ્તો સેનને પણ ધમકી અપાઈ હોવાનું સામે આવ્યું હતું. એક ઇન્ટરવ્યૂમાં તેમણે ધમકીનો મેસેજ મળ્યો હોવાનું કહ્યું હતું. આ બાબતે તેમણે પોલીસમાં ફરિયાદ પણ કરી હતી. ધમકી આપનાર વ્યક્તિએ તેમને કહ્યું હતું કે, ‘તમે આ સ્ટોરી બતાવીને સારું નથી કર્યું.’ આ ફિલ્મ અત્યાર સુધી બોક્સ ઓફિસ પર સફળ રહી છે. આંકડા મુજબ, ફિલ્મે ૨૦૦ કરોડ જેટલી કમાણી કરી છે. જાેકે, હવે ફિલ્મની આવકમાં થોડો ઘટાડો થયો છે. ૨૦ દિવસ બાદ ફિલ્મે એક દિવસમાં સૌથી ઓછું ૩.૨૦ કરોડનું કલેક્શન કર્યું હોવાનું સામે આવ્યું છે.
Recent Comments